(Source: ECI/ABP News/ABP Majha)
KGF2 Rocky Bhai: 14 વર્ષના કિશોરને રોકીભાઈ બનવું ભારે પડ્યું, દવાખાને દાખલ કરવો પડ્યો, જાણો સમગ્ર મામલો
હૈદરાબાદમાં એક કિશોર સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ KGF2ના રોકી ભાઈના પાત્રથી એટલો પ્રભાવિત થયો કે તેણે દિવસમાં સિગારેટનું પેકેટ પીવાનું શરૂ કર્યું અને પછી તે બીમાર પડી ગયો.
તેલંગાણાના હૈદરાબાદમાં એક 15 વર્ષનો કિશોર KGF2 ના પાત્ર રોકીભાઈથી એટલો પ્રભાવિત થયૉ હતો કે તેને હોસ્પિટલમાં જવું પડ્યું. રાજેન્દ્ર નગરમાં રહેતો 15 વર્ષનો કિશોર તાજેતરમાં સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF2 જોયા બાદ આ ફિલ્મથી તે એટલો પ્રભાવિત થયો કે તેણે દિવસમાં એક પેકેટ સિગારેટ પીવાનું શરૂ કરી દીધું.
આટલી બધી સિગારેટ પીધા પછી આ બાળકને ગળામાં દુખાવો થવા લાગ્યો, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ગંભીર ઉધરસ થવા લાગી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેનો જીવ બચાવ્યો.
આ બાબતે સેન્ચ્યુરી હોસ્પિટલના ડોક્ટર રોહિત રેડ્ડીનું કહેવું છે કે છોકરાએ સિગારેટનું પેકેટ પીધું હતું, જેના કારણે તે બીમાર પડ્યો હતો. તેણે કહ્યું કે આ બાબતની જાણકારી બાળકના માતા-પિતાને આપવામાં આવી છે, તેઓ તેની સંભાળ લઈ રહ્યા છે.
રોકીભાઈના પાત્રથી પ્રેરિત થઈને તેણે સિગારેટ પીવાનું શરૂ કર્યું
આગળ વાત કરતા ડૉ.રેડ્ડીએ કહ્યું કે આજના યુવાનો જલ્દી રોકીભાઈ જેવા પાત્રોથી પ્રેરિત થાય છે. આ કિસ્સામાં, આ કિશોરે સિગારેટ પસંદ કરી અને સિગારેટનું પેકેટ પીધા પછી તે હોસ્પિટલ પહોંચ્યો. ડો. રેડ્ડીએ જણાવ્યું હતું કે ફિલ્મો આપણા સમાજને ખૂબ જ ઝડપથી અસર કરે છે, તેથી ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની નૈતિક જવાબદારી છે કે તેઓ સિગારેટ પીવી, તમાકુ ચાવવા કે દારૂ પીવા જેવા કામ ન કરે.
માતાપિતા બાળકોનું ધ્યાન રાખે
માતા-પિતાએ તેમના બાળકો પર નજર રાખવી જોઈએ કે તેઓ શું કરી રહ્યા છે અને કઈ બાબતો તેમના બાળકોને અસર કરી રહી છે. પાછળથી પસ્તાવો કરવો એના કરતા વધુ સારું છે કે માતા-પિતાએ તેમના બાળકોને અગાઉથી વસ્તુઓની ખરાબ અસરો વિશે જાણ કરવી જોઈએ. તેઓએ તેમના બાળકોને જણાવવું પડશે કે સિગારેટ પીવાથી, દારૂ પીવાથી અને તમાકુ ખાવાથી શું નુકસાન થાય છે. આવા કિસ્સાઓમાં બાળકોને માર મારવો એ સારી વાત નથી, તેના પરિણામો પણ સારા નથી.