શોધખોળ કરો
Advertisement
કેરળમાં ક્યારે થશે ચોમાસાનું આગમન ? કેટલા ટકા પડશે વરસાદ, જાણો વિગત
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સામાન્યથી થોડો ઓછો વરસાદની સંભાવના 32 ટકા છે. જ્યારે 90 ટકાથી ઓછા વરસાદની સંભાવના 16 ટકા છે.
નવી દિલ્હીઃ ખેડૂતો માટે માઠા સમાચાર છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે 2019માં દેશમાં ચોમાસુ સામાન્યથી ઓછું (91% વરસાદ) રહેવાનું અનુમાન કર્યું છે. ઓછા વરસાદની શકયતા 50 ટકા છે. જયારે દુકાળની શકયતા 20% છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, ચોમાસુ તેના સામાન્ય સમયે ભારતમાં આવશે. જોકે તે શરૂઆતમાં નબળું રહેશે. ભારતમાં સૌપ્રથમ ચોમાસું આંદામાન નિકોબાર દ્વીપમાં 22 મેના રોજ આવવાની શકયતા છે. સામાન્ય રીતે ચોમાસુ 20 મે સુધીમાં શરૂ થાય છે. જયારે કેરળમાં ચોમાસુ 4 જૂને પ્રવેશે તેવી શકયતા છે.
સ્કાઇમેટના જણાવ્યા પ્રમાણે ચોમાસુ 22 મેના દિવસે અંદમાન અને નિકોબાર ટાપુ ઉપર પહોંચશે. આ પહેલા સ્કાઇમેટે આ વર્ષે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન લગાવ્યું છે. સ્કાઇમેટના પૂર્વાનુમાન અનુસાર આ વર્ષે આ વર્ષે ચોમાસા ઉપર અલનીનોની અસર થઇ શકે છે. આ વર્ષે ચોમાસું સામાન્યનું 93 ટકા રહી શકે છે.
બીજી તરફ ભારતીય હવામાન વિભાગે આ વર્ષે પોતાના પહેલા અનુમાનમાં સામાન્ય વરસાદ રહેવાની આશા વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસુ સિઝનમાં અલનીનો નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સિઝન વધવાની સાથે જ આ નબળું પડશે. ચોમાસુ સિઝન દરમિાયન સામાન્ય એટલે કે 96 ટકા વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. 5 ટકા વરસાદ ઉપર નીચે રહી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસુ સિઝન દરમિયાન સામાન્યથી ખુબ જ વધારે વરસાદની સંભાવના 2 ટકા છે. જ્યારે સામાન્યથી વધારે વરસાદની 10 ટકા સંભાવના છે. આ ઉપરાં સામાન્ય વરસાદ એટલે કે 96થી 104 ટકા વરસાદની સંભાવના 39 ટકા રહેલી છે. કુલમળીને સામન્ય કે સામાન્યથી વધારે વરસાદની સંભાવના 50 ટકાથી વધારે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સામાન્યથી થોડો ઓછો વરસાદની સંભાવના 32 ટકા છે. જ્યારે 90 ટકાથી ઓછા વરસાદની સંભાવના 16 ટકા છે. ચોમાસુ સિઝન દરમિયાન 90 ટકાથી ઓછો વરસાદ થાય તો દુષ્કાળ જાહેર કરી શકાય છે. એટલે કે આ વર્ષે દુષ્કાળગ્રસ્ત ચોમાસાની 16 ટકા સંભાવના છે.
કોલકાતામાં અમિત શાહે કર્યો રોડ શો, લાગ્યા ‘જયશ્રી રામ’ અને ‘મોદી-મોદી’ના નારા
વર્લ્ડકપઃ શાસ્ત્રીએ કેદાર જાદવ અને ચોથા ક્રમના બેટ્સમેનને લઇ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
ચૂંટણી પરિણામ પહેલા જ બોક્સર વિજેંદર સિંહના ઘરમાં આવી ખુશખબરી, જાણો વિગત
યોગીના મંત્રીએ કરી ભવિષ્યવાણી- મોદી નહીં બને PM, માયાવતીનો દાવો સૌથી મજબૂત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement