(Source: ECI/ABP News/ABP Majha)
Lalu Yadav Kidney Transplant: લાલૂ પ્રસાદ યાદવ અને રોહિણીનું ઓપરેશન સફળ, તેજસ્વી યાદવે આપી જાણકારી
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી રોહિણી આચાર્યનું સોમવારે સિંગાપોરમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પહેલા રોહિણીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પટના: RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી રોહિણી આચાર્યનું સોમવારે સિંગાપોરમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પહેલા રોહિણી આચાર્યનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પછી લાલુ પ્રસાદ યાદવનું ઓપરેશન થયું. તેજસ્વી યાદવે ટ્વીટ કરીને આ મોટી જાણકારી આપી છે. સૌથી મોટી રાહત એ છે કે લાલુ અને રોહિણી બંને એકદમ સ્વસ્થ છે.
તેજસ્વી યાદવે શું કહ્યું ?
લાલુ અને રોહિણીના સફળ ઓપરેશન બાદ તેજસ્વી યાદવે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો. મોટી માહિતી આપતા કહ્યું- "પિતાના સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન પછી, તેમને ઓપરેશન થિયેટરમાંથી ICUમાં ખસેડવામાં આવ્યા હતા. દાતા મોટી બહેન રોહિણી આચાર્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર."
पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया।
— Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022
डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। 🙏🙏 pic.twitter.com/JR4f3XRCn2
ભગવાન દરેકને રોહિણી આચાર્ય જેવી દીકરી આપે-જગદાનંદ
સવાલ એ છે કે આગળ શું થશે, તો લાલુ અને રોહિણી બંને ડોક્ટરોની દેખરેખમાં રહેશે. સતત તપાસ અને અન્ય બાબતો થશે. બીજી તરફ આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે કહ્યું કે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ગરીબોના મસીહા છે અને જલ્દી સ્વસ્થ થઈને આપણી વચ્ચે આવશે. રોહિણી આચાર્યએ કિડનીનું દાન કર્યું છે. જગદાનંદે કહ્યું કે ભગવાન આવી દીકરી દરેકને આપે.
તેજ પ્રતાપ યાદવે પણ પૂજા કરી હતી
રવિવારથી જ લાલુ પ્રસાદ યાદવ માટે પૂજા કરવામાં આવી રહી છે. સોમવારે તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ પ્રસાદના સ્વાસ્થ્યને લઈને તેમના ઘરે મહામૃત્યુંજય અને રુદ્રાભિષેક પણ કર્યો હતો. પિતા માટે લખ્યું- "ભગવાન તમને દુષ્ટ શક્તિઓથી દૂર રાખે, તમે ફરીથી સ્વસ્થ થયા બાદ હસો. ભગવાન તરફથી મારી આ જ ઈચ્છા છે, તમે જલ્દી સ્વસ્થ થાઓ અને ઘરે આવો. જલ્દી સ્વસ્થ થાઓ પિતાજી Miss u.""