યુવતીને યુવક સાથે બંધાયા શરીર સંબંધ, ખાનગીમાં સહેલી સાથે પણ માણતી શરીરસુખ ને પ્રેમીને ખબર પડતાં જ.......
પોલીસ અનુસાર, 13 ઓગસ્ટે સરઘાના વિસ્તારમાં નાનૂના નાળામાં બે યુવતીઓના આખા મૃતદેહો મળી આવ્યા હતા.
![યુવતીને યુવક સાથે બંધાયા શરીર સંબંધ, ખાનગીમાં સહેલી સાથે પણ માણતી શરીરસુખ ને પ્રેમીને ખબર પડતાં જ....... Lesbian Relation: two man arrested who killed girlfriend and her lady friend in uttar pradesh meerut યુવતીને યુવક સાથે બંધાયા શરીર સંબંધ, ખાનગીમાં સહેલી સાથે પણ માણતી શરીરસુખ ને પ્રેમીને ખબર પડતાં જ.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/18/35301f2ece49239ab69474d65af04585_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મેરઠઃ ઉત્તરપ્રદેશમાં પ્રેમ પ્રકરણમાં એક સનસનીખેજ ખુલાસો પોલીસે કર્યો છે. પોલીસે હત્યાના ગુનાને ઉકેલતા સનસની ખુલાસો કર્યો જેમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટના ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ઘટી, અહીં પોલીસને નાળામાં બે યુવતીઓની લાશ મળી હતી અને તાપસ કરતા આખુ કાવતરુ સામે આવ્યુ હતુ.
પોલીસે દાવો કરતા કહ્યું કે, - પોલીસે એક મૃતક યુવતીના પ્રેમી અને તેના દોસ્તની ધરપકડ કરી લીધી છે. ચર્ચા છે કે બન્ને યુવતીઓ સમલૈલિંક એટલે કે લેસ્બિયન હતી. પ્રેમીના સમજાવ્યા બાદ બન્ને યુવતીઓએ એકબીજાનો સાથ ના છોડ્યો. પોલીસ અનુસાર પ્રેમી બન્ને યુવતીઓને બહાનુ કાઢીને કારમાં બેસાડીને નોઇડાથી લઇ આવ્યો, એક યુવતીની રસ્તામાં ગોળી મારીને હત્યા કરી દીધી. જ્યારે બાદમાં પ્રેમિકાને પણ મોતને ઘાટ ઉતારી દીધી. એસપી દેહાત કેશવ કુમારનુ કહેવુ છે કે, બન્ને યુવતીઓ સમલૈલિંક હોવાની વાત સામે આવી છે, પરંતુ આની હજુ પુષ્ટી થઇ શકી નથી.
પોલીસ અનુસાર, 13 ઓગસ્ટે સરઘાના વિસ્તારમાં નાનૂના નાળામાં બે યુવતીઓના આખા મૃતદેહો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની ઓળખ 20 વર્ષીય અફસાના સરઘનાની રહેવાસી અને હિના સીમાપુરી દિલ્હીની રહેવાસી તરીકે થઇ હતી. હિના અફસાનાના ભાઇની સાળી હતી. ગામમાં ચર્ચા છે કે બન્ને સમલૈલિંક હતી. પરિવારજનોના વિરોધ બાદ બન્ને અલગ રહેવા લાગી હતી. બતાવવામાં આવ્યુ કે અફસાનાનુ પોતાના જ ગામના યુવક ગૌરવ સાથે પ્રેમ પ્રકરણ ચાલતુ હતુ અને શારીરિક સંબંધો પણ હતા.
પોલીસે બતાવ્યુ કે ગૌરવને જ્યારે બન્ને યુવતીઓના સમલૈલિંક સંબંધોની જાણ થઇ ત્યારે તેને ખુબ સમજાવવાનો પ્રયાસ કર્યો. તેના સમજાવ્યા બાદ બન્ને અલગ થવા માટે તૈયાર થઇ ગઇ, તો ગૌરવે તેને ઠેકાણે પાઠવાનુ મન બનાવી લીધુત એસપી દેહાતે બતાવ્યુ કે ગૌરવ પોતાના કંકારખેડા નિવાસી દોસ્ત આકાશની સાથે કાર લઇને નોઇડા પહોંચ્યો. બહાનુ કાઢીને બન્ને યુવતીઓને કારમાં બેસાડીને તે મેરઠ જવા માટે નીકળ્યો, આકાશ કાર ચલાવી રહ્યો હતો.
પોલીસે જણાવ્યુ કે, રસ્તામાં ગૌરવે હિનાની ગોળી મારીને હત્યા કરી નાંખી. આનાથી અફસાના ખુબ ગભરાઇ ગઇ અને તેને ગૌરવને પોતાને ના મારવા માટે વિનંતી કરી. આ પછી ગૌરવ અને આકાશ કાર લઇને નાનૂની પુલ નજીક પહોંચ્યા. ત્યાં ગૌરવે અફસાનાને પણ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધી. આ પછી બન્ને મૃતદેહોને બન્ને જણાએ મળીને નાળામાં ફેંકી દીધા અને ત્યાંથી ફરાર થઇ ગયા. રવિવારે પોલીસ લાઇન્સમાં કેસનો ખુલાસો કરતા એસએસપી પ્રભાકર ચૌધરીએ બતાવ્યુ કે ગૌરવ અને આકાશ બન્નેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પાસે 315 બોરના તમંચા અને કારતૂસ મળી આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)