વધુ કેળા ખાવાથી થઇ શકે છે આ નુકસાન, જણો Bananaના સાઇડ ઇફેક્ટ શું છે?
હેલ્થ:કેળા આરોગ્ય માટે સૌથી ફાયદાકારક ફળ છે. કેળુ ખાવામાં સેહલું હોવાની સાથે સસ્તુ પણ છે. તેથી તે દરેકની ડાયટમાં સામેલ છે. પરંતુ હા, જો તમે તમારી જરૂરિયાત કરતા વધુ કેળા ખાતા હોવ તો તમને ફાયદો કરવાને બદલે તે નુકસાન કરે છે. કેળા ખાવાથી શું નુકસાન થાય છે જાણીએ.
હેલ્થ:કેળા આરોગ્ય માટે સૌથી ફાયદાકારક ફળ છે. કેળુ ખાવામાં સેહલું હોવાની સાથે સસ્તુ પણ છે. તેથી તે દરેકની ડાયટમાં સામેલ છે. પરંતુ હા, જો તમે તમારી જરૂરિયાત કરતા વધુ કેળા ખાતા હોવ તો તમને ફાયદો કરવાને બદલે તે નુકસાન કરે છે. કેળા ખાવાથી શું નુકસાન થાય છે જાણીએ.
કેળા નાના બાળકોથી માંડીને મોટા સુધી સૌને પસંદ છે. કેળા ખાવાથી અનેક ફાયદા થાય છે. તે એનર્જીક ફ્રૂટ છે પરંતુ જો જરૂરિયાતથી વધુ કેળા ખાવામાં આવે તો તેનાથી નુકસાન થઇ શકે છે. જો આપ જોરદાર વર્કઆઉટ કરતા હો તો દિવસમાં 2થી વધુ કેળા લઇ શકો છો. 2થી વધુ કેળા દિવસમાં લેવાથી શું નુકસાન થઇ શકે છે જાણીએ..
કબજિયાતની સમસ્યા
પાકુ કેળું પેટ સાફ કરે છે પરંતુ કાચા કેળાથી કબજિયાતની સમસ્યા થઇ શકે છે. કેળા ખાવાથી મોશન ટાઇટ થઇ જાય છે. તેથી કાચાં કેળા ન લો અને પાકેલા કેલા પણ દિવસમાં 2થી વધુ ન લેવા જોઇએ.
કેળા
કેળામાં ભરપૂર માત્રામાં નેચરલ શુગર હોય છે. જો આપ કેળાનું સેવન કરો છો અને સામે વર્કઆઉટ નથી કરતા તો કેળાથી ચોક્કસપણે વજન વધી શકે છે. કેળાને દૂધ સાથે લેવાથી વજન વધે છે.
પેટમાં દુખાવો અને એસિડીટિ
ખાલી પેટ કેળા ખાવાથી પેટમાં દુખાવો અને એસિડીટીની સમસ્યા પણ થઇ શકે છે. કેળામાં સ્ટાર્ચ હોય છે જે પચાવાવમાં સમય લાગે છે. તેની પેટમાં ગરબડ થાય છે અને વોમિંટ પણ થઇ શકે છે.
શુગર લેવલ વધે છે
જે લોકોને ડાયાબિટીશ છે તેવા લોકોએ કેળાને અવોઇડ કરવા જોઇએ. તેનાથી શુગર વધે છે. વજન વધવાની સાથે તે બ્લડ શુગર લેવલને પણ વધારે છે. તો ડાયાબિટીશના દર્દીઓએ તેને અવોઇડ કરવા જોઇએ
કેળા ખાવાના અન્ય નુકસાન
જો આપ વધુ માત્રામાં કેળા લો છો તો દાંતમાં સડો થઇ શકે છે. કેળામાં એસિડ ટાઇરોસિન હોય છે. જે બોડીને ટાયરાઇનમાં બદલી દે છે. તે માઇગ્રેનને ટ્રીગર કરી શકે છે. અસ્થામાના દર્દીને પણ કેળા ન લેવા જોઇએ, તેનાથી સોજાો અને એલર્જી થાય છે.