શોધખોળ કરો
Advertisement
આ રાજ્યમાં આજથી ખૂલી દારૂની દુકાનો, લોકો પેટી ભરીને લઈ ગયા
સરકારે દારૂના ભાવમાં પણ વધારો કર્યો છે. દેશી દારૂની બોટલ પાંચ રૂપિયા, અંગ્રેજી દારૂની બોટલ 20 રૂપિયા અને વિદેશા દારૂ 50 રૂપિયા મોંઘો મળશે.
નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે આજે હરિયાણામાં પણ દારૂની દુકાનો ખૂલી હતા. દારૂ લેવા માટે લોકોએ વહેલી સવારથી જ દુકાનો બહાર લાંબી લાઈનો લગાવી દીધી હતી. સાઉથ સિટીમાં જગદીશ વાઈનની બહાર દારૂ ખરીદવા એક કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. અહીંયા મહિલાઓ માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે.
સરકારે દારૂના ભાવમાં પણ વધારો કર્યો છે. દેશી દારૂની બોટલ પાંચ રૂપિયા, અંગ્રેજી દારૂની બોટલ 20 રૂપિયા અને વિદેશા દારૂ 50 રૂપિયા મોંઘો મળશે. કંટેનમેન્ટ ઝોનને બાદ કરતા શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં સાંજે સાત વાગ્યા સુધી દારૂનું વેચાણ થઈ શકશે.
હરિયાણામાં દારૂની હોમ ડિલીવરી કરવાના સવાલ પર ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું, સરકાર રાજ્યમાં કોઈપણ પ્રકારના દારૂની હોમ ડિલીવરી કરવાની મંજૂરી નહીં આપે. દારૂની હેરાફેરી કરનારા લોકો સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે અને આગળ પણ ભરવામાં આવશે.
સોનીપતમાં દારૂની બોટલો ગાયબ થવા મામલે તેમણે કહ્યું, આ મામલે તેમણે ગૃહમંત્રી અનિલ વિજ સાથે વાત કરી છે અને નક્કર કાર્યવાહી કરવા જણાવ્યું છે. જો કોઈ અધિકારીની સંડોવણી આમાં સામે આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement