શોધખોળ કરો
Advertisement
એલ કે અડવાણીએ શીલા દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો
કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું આજે નિધન થયું. તેમના નિધન બાદ રાજકીય દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ દુખ વ્યક્ત કરી જૂની યાદો શેર કરી હતી.
નવી દિલ્હી: દિલ્હીના સતત ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહેલા અને કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું આજે નિધન થયું. તેમના નિધન બાદ રાજકીય દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ દુખ વ્યક્ત કરી જૂની યાદો શેર કરી હતી. તેમણે કહ્યું શીલા દીક્ષિતને એક ખૂબ જ સારા વ્યક્તિના રૂપમાં પણ યાદ કરવા જોઈએ.
અડવાણીએ કહ્યું, "શીલા દીક્ષિતના નિધન વિશે સાંભળી દુખ થયું. ગૃહ મંત્રીના રૂપમાં મારા કાર્યકાળ દરમિયાન, શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી હતા. અમે ખૂબ જ આત્મિયતાથી એકબીજા સાથે કામ કર્યું. એક સક્ષમ પ્રશાસકના રૂપમાં તેમણે દિલ્હીના વિકાસમાં ખૂબ મોટુ યોગદાન આપ્યું. તેમને એક ખૂબ જ સારા વ્યક્તિ તરીકે યાદ કરવા જોઈએ. તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે."
શીલા દીક્ષિતનું આજે 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ખૂબ લાંબા સમય સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હીમાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેની જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement