શું UK મળેલો લૈબ્ડા વેરિયન્ટ ડેલ્ટાથી પણ ખતરનાક છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
WHOએ કહ્યું કે, ફેનોટાઇપિકના પ્રભાવથી લૈંબ્ડામાં ઘણા બધા મ્યુટેશન આવી ગયા છે. જેના કારણે પણ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે
corona variant:કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે અને દરેક વખતે નવા વેરિયન્ટ લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે. અત્યાર સુધી કોરોનાનુો સૌથી ચિંતાજનક વેરિયન્ટ ડેલ્ટા પલ્સ માનવામાં આવી રહ્યો હતો. જો કે હવે ધીરે ધીરે લેબ્ડા વેરિયન્ટ પણ ખતરનાક રૂપ દેખાડી રહ્યો છે. આ વેરિયન્ટ સૌથી પહેલા પેરુમાં જોવા મળ્યો હતો. જે યુકે સહિત 30 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રાલયએ સચેત કરતાં કહ્યું કે, લૈંબ્ડા વેરિયન્ટ ડેલ્ટા સ્ટ્રેનથી પણ ખતરનાક છે.
ગત મહિને ડબલ્યુએચઓએ પણ લૈંબ્ડા વેરિયન્ટ C.37) વેરિયન્ટ ઓફ કન્સર્ન ઘોષિત કર્યો હતો. whoએ તેમના સાપ્તાહિત બુલેટીનમાં કહ્યું હતું કે, લૈંબ્ડા વેરિયન્ટ કમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ ચૂક્યો છે. જેના કારણે કોવિડના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. પેરૂમાં આ વેરિયન્ટના 80ટકાથી વધુ કેસ નોંધાયા છે.
WHOએ કહ્યું કે, ફેનોટાઇપિકના પ્રભાવથી લૈંબ્ડામાં ઘણા બધા મ્યુટેશન આવી ગયા છે. જેના કારણે પણ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. ચિંતાની વાત એ પણ છે કે, આ વેરિયન્ટ એન્ટીબોડીને નિષ્ક્રિય કરી દે છે. આ વેરિયન્ટ હાલ અમેરિકાના ચિલી, ઇક્વાડોર અને અર્જેટીનમાં ઝડપથી વધી રહ્યો છે. WHOનું કહેવું છે કે, જેટલો વધુ SARS-CoV-2 ફેલાશે તેટલો વધુ તેને મ્યુટેશનનો મોકો મળશે.
WHOએ કહ્યું કે, Sars-CoV-2 સમય સાથે બદલાયો છે. જેમાં કેટલાક બદલાવ વાયરસના ગુણોને પ્ર્ભાવિત કરે છે. જેમકે તે કેટલો ઝડપથી ફેલાઇ છે. કેટલી ગંભીર રીતે બીમાર કરે છે અને વેક્સિન અને દવાની તેના પર કેવી અસર છે. WHOએ Sars-CoV-2ના બદલતાં સ્વરૂપ પર નજર રાખવા માટે અને તેની સમીક્ષા કરવા માટે દુનિયાભરના હેલ્થએક્સપર્ટનું એક નેટવર્ક બનાવ્યું છે. જેથી વાયરસમાં મહત્વપૂર્ણ બદલાવની જાણ થતાં જ તેના વિશે દુનિયાના દેશોને સૂચિત કરવામાં આવે છે. જેથી આ વેરિયન્ટને ફેલાતા રોકી શકાય
લૈંબ્ડા વેરિયન્ટ ઝડપથી ફેલાઇ છે અને એન્ટીબોડીને પણ બાધિત કરે છે. જો કે આ મામલે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, આ તથ્યને જણાવા માટે ડેટા મેળવાવની કોશિશ કરવામાં આવી રહી છે. હાલ પેરૂમાં થયેલી એક સ્ટડીમાં દાવો કરવાામં આવ્યો છે કે, લૈંબ્ડા વેરિયન્ટ ચીનની કોરોનાવૈક વેક્સિનથી બનેલી એન્ટીબોડીથી સરળતાથી બચવામાં સક્ષમ છે. જો કે હજું આ સ્ટડીની સમીક્ષા કરવાનું બાકી છે.