શોધખોળ કરો

દેશના આ મોટા રાજ્યમાં ગુરૂવારથી 1000થી વધુ વિસ્તારોમાં કડક લોકડાઉન, જાણો કેવાં આકરાં નિયંત્રણો લદાયાં ?

કોલકાતા શહેરમાં 33 કન્ટેનમેન્ટ ઝોન છે. જ્યારે સાઉથ 24 પરગનામાં 155 અને નોર્થ 24 પરગનામાં 219 કન્ટેનમેન્ટ ઝોન છે.

કોલકાતાઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સાડા સાત લાખ સુધી પહોંચવા આવી છે. આ દરમિયાન કોરોનાના વધતા મામલાને જોઈ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન અને કોરોનાના વધારે કેસ છે તેવા બફર ઝોનમાં ગુરુવારથી કડક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા શહેરમાં 33 કન્ટેનમેન્ટ ઝોન છે. જ્યારે સાઉથ 24 પરગનામાં 155 અને નોર્થ 24 પરગનામાં 219 કન્ટેનમેન્ટ ઝોન છે. આ ઉપરાંત હાવડા, હુગલી, નાદિયા, પૂર્વ મદિનાપુર, પશ્ચિમ મદિનાપુર, માલદા, જલપાઈગુડી, દાર્જિલિંગ, કાલિમપોંગ, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર, બાંકુરા, કૂચ બિહારમાં વિવિધ કન્ટેન્ટમેન્ટ એરિયા મળીને 1000થી વધારે વિસ્તાર થાય છે. અધિકારીના જણાવ્યા મુજબ, કન્ટેનમેન્ટ અને તેની આસપાસના બફર ઝોન ગુરુવારે સાંજે 5 વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાશે. સ્થાનિક તંત્ર આ વિસ્તારના રહેવાસીઓ માટે જરૂરી સામાનનો પૂરવઠો ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરશે. કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં તમામ ખાનગી અને સરકારી કાર્યાલયો બંધ રહેશે. એડિશનલ મુખ્ય સચિવ(ગૃહ) અલાપન બંદોપાધ્યાય તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું, કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયંત્રણો મુકવામાં આવશે.  તમામ સરકારી તથા ખાનગી કાર્યાલય, તમામ બિનજરૂરી ગતિવિધિ, સમારોહ, પરિવહન, તમામ માર્કેટ, ઔદ્યોગિક અને વ્યાપારિક ગતિવિધિઓ બંધ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23,837 પર પહોંચી છે. જ્યારે 804 લોકોના મોત થયા છે. રાજ્યમાં 15,790 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે અને 7,243 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની  કેવી રહેશે ગતિ

SpaDeX:  ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી

70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?

ABP Premium

વિડિઓઝ

Amreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રીHarsh Sanghavi : ચાલ જોઇ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છેHusband Wife Audio Clip : તારે લફરું છે.. , મરી જા., પત્નીના ત્રાસથી પતિનો આપઘાતHun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની  કેવી રહેશે ગતિ
Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની કેવી રહેશે ગતિ
SpaDeX:  ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન
SpaDeX: ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?
70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?
IND vs ENG: ફોન કોલ પર થઈ ગઈ ટીમની પસંદગી!કુલદીપની થઈ શકે છે એન્ટ્રી, ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ અંગે મોટી સમાચાર

Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો

Sikandar: સલમાનની ફિલ્મ 'સિકંદર' પર લાગ્યું ગ્રહણ! ફેન્સને લાગ્યો આંચકો....જાણો વિગતે

Makar Sankranti 2025: 14 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિનો તહેવાર, જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત

Embed widget