શોધખોળ કરો
Coronavirus: તમિલનાડુમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું
તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાના આદેશ આપ્યા છે.

ચેન્નઈ: કોરોના વાયરસની મહામારીનો સમગ્ર વિશ્વમાં કહેર યથાવતા છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. ત્યારે હવે આ લોકડાઉન બાદ પણ અન્ય રાજ્યો લોકડાઉન લંબાવી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાના આદેશ આપ્યા છે. દેશભરમાં કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે 14 એપ્રિલ સુધીનું લોકડાઉન છે. કાલે પ્રધાનમંત્રી મોદી તેને આગળ વધારવાને લઈને નિર્ણય કરી શકે છે. કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે. વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશન કરશે. આ અંગે પીએમઓએ ટ્વિટ કરી જાણકારી આપી હતી. જે શહેરોમાં સંક્રમણના મામલા નથી ત્યાં લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. હાલ દેશમાં પાકની કાપણીની સીઝન ચાલી રહી છે. તેથી ખેડૂતોને કેટલીક છૂટની જાહેરાત કરવામાં આવી શકે છે. સ્કૂલ-કોલેજો હાલ નહીં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
વધુ વાંચો





















