કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?
દેશમાં અત્યાર સુધીમાં 341 લોકો જીવલેણ કોરોના વાયરસના ખતરનાક ઓમિક્રોન પ્રકારથી સંક્રમિત થયા છે.
Omicron in India: દેશમાં અત્યાર સુધીમાં 341 લોકો જીવલેણ કોરોના વાયરસના ખતરનાક ઓમિક્રોન પ્રકારથી સંક્રમિત થયા છે. કોરોનાના વધતા ખતરાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠક બાદ પીએમ મોદીએ દેશવાસીઓને સાવચેત અને સતર્ક રહેવાની સલાહ પણ આપી હતી. ઓમિક્રોનની ધમકી વચ્ચે પીએમ મોદીએ કોરોનાના આવનારા મોજા સામે દેશનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું તૈયાર છે તેની સંપૂર્ણ અપડેટ લીધી. સાથે જ કેન્દ્ર દ્વારા નાતાલ અને નવા વર્ષની ઉજવણી, શું કરવું અને શું ન કરવું તે અંગે રાજ્ય સરકારોને સૂચનાઓ આપવામાં આવી છે. જે બાદ સાંજ સુધીમાં અનેક રાજ્યોએ પોતાને ત્યાં કડક પ્રતિબંધ જાહેર કર્યા છે.
મધ્યપ્રદેશ
મધ્ય પ્રેદશ સરાકરે રાત્રે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધીના નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. ઉપરાંત જિમ, કોચિંગ, થિયેટર, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલમાં 18 વર્ષથી વધુની ઉંમરના હોય અને જેઓએ વેક્સિનના બંને લીધા હોય તેમને જ એન્ટ્રી મળશે.
દિલ્હી
દિલ્હીમાં નાતાલ અને નવા વર્ષની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્ય છે. ઉપરાંત હોટલ, બાર કે રેસ્ટોરાંમાં 50% સિટિંગ કેપિસિટીને મંજૂરી હશે.
ઉત્તર પ્રદેશ
યૂપીમાં નોઈડા અને લખનઉમાં યોગી સરકારે 31 ડિસેમ્બર સુધી કલમ 144 લગાવી દીધી છે.
તેલંગાણા
ઓમિક્રોનની નવી લહેરને જોતા તેલંગાણાના લોકો પણ વધુ ચિંતિત બન્યા છે. આ ક્રમમાં ત્યાંના એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગામમાં ઓમિક્રોનના કેસ ન વધે તે માટે ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે.
કર્ણાટક
કર્ણાટકમાં 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે ક્રિસમની ઉજવણી પર કોઈ પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો છે. પણ ચર્ચમાં મોટી ભીડ એકઠી ન થાય તેના આદેશ આપવામાં આવ્યા છે.
તમિલનાડુ
તમિલનાડુમાં રાજ્ય સરકારે નાતાલ અને નવા વર્ષની ઉજવણીને મંજૂરી આપી છે. પણ હોટલ-ક્લબમાં માત્રા કોરોના વેક્સિનેટ હશે તેમને જ એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. ચેન્નાઈના દરિયાઈ બીચ પર પણ મર્યાદિત સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરી શકશે.
મહારાષ્ટ્રમાં
મહારાષ્ટ્રમાં ફરી સ્કૂલ બંધ કરવામાં આવી છે. જ્યારે નવા વર્ષની ઉજવણી અને ક્રિમસની ઉજવણીને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મુંબઈમાં હવે આયોજન સ્થળના 50% ક્ષમતા સુધી જ લોકો એકઠાં થઈ શકશે. નાસિકમાં વેક્સિન નહીં લેનારને મોલ્સ અને સરકારી ઓફિસમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઓડિશા
ઓડિશામાં નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજ્યની હોટલ્સ, રેસ્ટોરાં અને પબ્લિક પ્લેસ પર આ પ્રતિબંધ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ લાગુ રહેશે.