શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં મળી શકે છે નવી છૂટછાટ, ગૃહ મંત્રાલયે કહ્યું- 4 મેથી લાગુ થશે નવી ગાઈડલાઇન
ગૃહ મંત્રાલયના પ્રવક્તાના ટ્વીટ બાદ લોકોને આશા છે કે 4 મે બાદ લોકડાઉનમાં મોટી રાહત મળી શકે છે.
નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલ લોકડાઉનમાં ચાર મેથી છૂટછાટ મળવાની શક્યતા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાના ટ્વીટ બાદ આ વાતના સંકેત મળી રહ્યા છે. જોકે એવાતના પણ સંકેત મળ્યા છે કે લોકડાઉનનો સમયગાળો ત્રણ મેથી પણ આગળ વધારવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, ત્રણ મે સુધી કડકાઈથી બંધને લાગુ કરવાની જરૂરિયાત હતી, જેથી વાયરસને કાબુ કરવાની દિશામાં જે પ્રગતિ થઈ છે તેના પર પાણી ન ફરી જાય.
ક્યા વિસ્તારમાં મળી શકે છે છૂટ?
જે વિસ્તારમાં કોરોનાના કોઈ કેસ નથી આવ્યા એવા ગ્રીન ઝોનને કેટલીક રાહતો મળી શકે છે. ખેતીને લઈને તોડી રાહતની શક્યતા છે. જોકે આ બધી વાતની ખબર 3મે સુધીમાં ખબર પડી જશે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાના ટ્વીટ બાદ લોકોને આશા છે કે 4 મે બાદ લોકડાઉનમાં મોટી રાહત મળી શકે છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટર પર લખ્યું, “કોરોના વિરૂદ્ધ લડાઈ પર ગૃહ મંત્રાલયમાં એસ સમીક્ષા બેઠક થઈ. બેઠકમાં જાણવા મળ્યું કે, લોકડાઉનના કારણે કોરોના વિરૂદ્ધ લડાઈમાં ઘણો લાભ થયો અને સુધારો થયો છે.”
ટ્વીટમાં આગળ લખ્યેું, “લોકડાઉનના કારણે થયેલ ફાયદો જળવાઈ રહે તે માટે 3 મે સુધી લોકડાઉનના નિયમોનું કડકાઈથી પાલન જરૂરી છે. કોરોના વિરૂદ્ધ લડવા માટે નવી ગાઈડલાઈન 4 મેથીલાગુ થશે, જેમાં અનેક જિલ્લાના ઘણી રાહત મળશે. આવનારા દિવસોમાં તેના વિશે જાણકારી આપવામાં આવશે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement