શોધખોળ કરો
Advertisement
લોકડાઉનઃ બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરોને ઘરે પહોંચાડવાનું કામ શરૂ, આ 6 રૂટ પર ચાલી રહી છે શ્રમિક સ્પેશલ ટ્રેન
ગૃહ મંત્રાલયે વિવિધ જગ્યા પર ફસાયેલા મજૂરો, તીર્થયાત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે.
નવી દિલ્હીઃ દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પહોંચાડવા રેલવેએ મેગા ઓપરેશન શરૂ કરી દીધું છે. ગઈકાલે દેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે ફસાયેલા મજૂરોને લઈ ઉપડેલી છ ટ્રેનો હવે તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા લાગી છે. આજે સવારે નાસિકથી 400 મજૂરો ટ્રેનથી ભોપાલ પહોંચ્યા હતા.
રેલ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે મજૂરો માટે 6 ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જેમાં
- તેલંગાણાથી ઝારખંડ વચ્ચે ટ્રેન
- મહારાષ્ટ્રના નાસિકથી યૂપીના લખનઉ
- નાસિકથી એમપીના ભોપાલ
- રાજસ્થાનના જયપુરથી બિહારના પટના
- રાજસ્થાનના કોટાથી ઝારખંડના રાંચી
- કેરળના અલૂવાથી ઓડિશાના ભુવનેશ્વર
ગૃહ મંત્રાલયે વિવિધ જગ્યા પર ફસાયેલા મજૂરો, તીર્થયાત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. આ ટ્રેનમાં સોશિયલ ડિસ્ટેસિંગનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ટ્રેનના કોચમાં 72ના બદલે 56 લોકોને સ્થાન આપવામાં આવી રહ્યું છે.Maharashtra: A 'Sharmik special train' carrying 839 migrant workers departs from Nashik Road railway station for Lucknow in Uttar Pradesh pic.twitter.com/dQAHatHbjU
— ANI (@ANI) May 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion