શોધખોળ કરો
Advertisement
J-K માં કોગ્રેસ- NC વચ્ચે ગઠબંધન, શ્રીનગરથી લડશે ફારુક અબ્દુલ્લા
કાશ્મીરઃ લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે જમ્મુ કાશ્મીરમાં કોગ્રેસ અને નેશનલ કોન્ફરન્સમાં ગઠબંધન થઇ ગયું છે. કોગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, જમ્મુ અને ઉધમપુર બેઠક પર કોગ્રેસ લડશે. જ્યારે ફારુક અબ્દુલ્લા શ્રીનગરથી ચૂંટણી લડશે. અનંતનાગ, બારામુલા અને લદાખમા કોગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે મૈત્રીપૂર્ણ સ્પર્ધા રહેશે. એટલે કે બંન્ને પાર્ટીઓમાં કોઇ એકની જીતનો ફાયદો બીજાને મળશે. જમ્મુ અને કાશ્મીરમાં છ લોકસભા બેઠકો પર પાંચ તબક્કામાં મતદાન યોજાશે.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, આ સમયે જમ્મુ અને કાશ્મીરના લોકો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો ભોગ બની રહ્યા છે. તેમાંથી બહાર કાઢવા માટે ધર્મનિરપેક્ષ તાકાતોની જરૂર છે. ચૂંટણી કોઇ એક ધર્મને આધાર બનાવીને ના થવી જોઇએ. જો આપણે આ રીતે એકબીજા સામે સંઘર્ષ કરતા રહીશું તો તેનો ફાયદો ચીન અને પાકિસ્તાન ઉઠાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ખેતીવાડી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion