(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha Election 2024: ભાજપ અને કોંગ્રેસને ચૂંટણી પંચે આપી નોટિસ, જાણો શું છે કારણ?
લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દેશભરમાં એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. ઘણી વખત નેતાઓ દ્વારા તેમના ભાષણમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે
Election Commission of India: લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દેશભરમાં એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. ઘણી વખત નેતાઓ દ્વારા તેમના ભાષણમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈને ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષોના સ્ટાર પ્રચારકોને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવા, સાવચેતી રાખવા અને મર્યાદા જાળવી રાખવા માટે ઔપચારિક નોટ્સ જાહેર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
EC sends notice to Nadda, Kharge, asks both parties to exercise restraint
— ANI Digital (@ani_digital) May 22, 2024
Read @ANI Story | https://t.co/asLaeow64A#EC #JPNadda #MalikarjunKharge #BJP #Congress pic.twitter.com/cLcId9QhnI
'ભાજપ સમાજમાં ભાગલા પાડતો પ્રચાર બંધ કરે'
ચૂંટણી પંચે જાતિ, ધર્મ અને ભાષાના આધારે ચૂંટણી પ્રચાર કરવા બદલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને ફટકાર લગાવી છે. ચૂંટણી પંચે ભાજપના સ્ટાર પ્રચારકોને ધાર્મિક અને સાંપ્રદાયિક ભાષણોથી દૂર રહેવા તેમજ સમાજમાં ભાગલા પાડતો પ્રચાર બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ રેલીઓમાં લોકશાહી પર ખતરો અને બંધારણ બચાવવાની વાત કરી રહ્યા છે. આ અંગે ચૂંટણી પંચે કોંગ્રેસને નિર્દેશ આપ્યા છે.
'કોંગ્રેસે સુરક્ષા દળોનું રાજકારણ ન કરવું જોઈએ'
ચૂંટણી પંચે કોંગ્રેસને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે તેના સ્ટાર પ્રચારકો એવા નિવેદનો ન કરે કે જેનાથી એવી ખોટી છાપ ઉભી થાય કે ભારતના બંધારણને ખતમ કરવામાં આવી શકે છે અથવા વેચવામાં આવી શકે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની રેલીઓમાં અગ્નિવીર યોજનાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આના પર ચૂંટણી પંચે કોંગ્રેસના પ્રચારકો અને ઉમેદવારોને સુરક્ષા દળોનું રાજનીતિકરણ ન કરવા અને સંરક્ષણ દળોના સામાજિક-આર્થિક માળખા વિશે વિભાજનકારી નિવેદનો ન આપવાનો નિર્દેશ આપ્યો છે.
કોંગ્રેસ-ભાજપને ચૂંટણી પંચની ફટકાર
ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે ચૂંટણી સમયે સત્તામાં રહેલી પાર્ટીની આ બધી બાબતો માટે વધુ જવાબદારી છે. ચૂંટણી પંચનું માનવું છે કે ચૂંટણીના કારણે ભારતના સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણને અસર કરી શકાય નહીં. ચૂંટણી પંચે કહ્યું કે બે મોટા પક્ષોને ભારતીય મતદારોના વારસાને નબળો પાડવાની મંજૂરી નથી.