Poll Of Exit Polls 2024: તમામ એક્ઝિટ પોલ મુજબ જાણો ભાજપને કેટલી બેઠકો મળશે, દેશમાં કોની બનશે સરકાર
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પહેલા તમામ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલ મુજબ દેશમાં ફરી એક વખત એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે.
Poll Of Exit Polls 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પહેલા તમામ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલ મુજબ દેશમાં ફરી એક વખત એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં NDAને 350 બેઠકો મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સિમિત રહે છે.
એજન્સી | NDA | UPA | |
ઈન્ડિયા ન્યૂઝ-ડી-ડાયનામિક્સ | 371 | 125 | 47 |
SAAM-જન કી બાત | 362-392 | 141-161 | 10-20 |
રિપબ્લિક ભારત- મૈટ્રિજ | 353-368 | 118-133 | 43-48 |
રિપબ્લિક ટીવી - પી માર્ક | 359 | 154 | 30 |
ન્યૂઝ નેશન | 342-378 | 153-169 | 21-23 |
એબીપી-સીવોટર | 353-383 | 152-182 | 4-12 |
ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા | 294-329 | 123-154 | |
News 24- Today Chanakya | 400 | 107 | 36 |
News 18-IPSOS | 00 | 00 | |
Times Now-VMR | 358 | 131 | 54 |
India TV CNX | 371-401 | 109-139 | 28-38 |
Polstrat | 236 | 144 | 23 |
જન કી બાત એક્ઝિટ પોલ
જન કી બાત એક્ઝિટ પોલમાં NDAને મહત્તમ 362-392 બેઠકો મળવાનો અંદાજ છે. જેમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળવાનો અંદાજ છે. આ પછી ઈન્ડિયા ન્યૂઝ-ડી ડાયનેમિક્સનો અંદાજ છે કે NDAને 371 બેઠકો મળશે, આ એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સને 141થી 161 સીટો મળતી જોવા મળી રહી છે. 10 થી 20 સીટો અન્યને જઈ શકે છે.
રિપબ્લિક ભારત મેટ્રિક્સ
રિપબ્લિક ભારત મેટ્રિક્સના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 353-368 બેઠકો અને ઈન્ડિયા ગઠબંધનને 118-133 બેઠકો મળી શકે છે. રિપબ્લિક ભારત- મેટ્રિક્સ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 353થી 368 બેઠકો મળી રહી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 118થી 133 સીટો મળી શકે છે. રિપબ્લિક ભારત- મેટ્રિસના એક્ઝિટ પોલમાં અન્યને 43થી 48 બેઠકો મળી રહી છે.
રિપબ્લિક ટીવી-પી માર્કના સર્વેમાં NDAને 359 સીટો
રિપબ્લિક ટીવી-પી માર્કના એક્ઝિટ પોલમાં NDA ગઠબંધનને 359 બેઠકો મળી રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 154 બેઠકો મળતી જોવા મળી રહી છે. આ એક્ઝિટ પોલમાં 30 સીટો અન્યના ખાતામાં જઈ રહી છે.
ઈન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલ
ઈન્ડિયા ન્યૂઝ ડી-ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં NDA ગઠબંધનને 371 બેઠકો મળી છે. ઈન્ડિયા ન્યૂઝ- ડી-ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સને 125 સીટો આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ એક્ઝિટ પોલમાં અન્યને 47 સીટ મળતી જોવા મળી રહી છે.