Lok Sabha Election 2024: આ રાજ્યમાં સાતેય તબક્કમાં યોજાશે મતદાન, જાણો વિગત
બિહારમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 4, બીજા તબક્કામાં 5, ત્રીજા તબક્કામાં 5, ચોથા તબક્કામાં 5, પાંચમાં તબક્કામાં 5, છઠ્ઠા તબક્કામાં 8 અને સાતમા તબક્કામાં 8 બેઠકો પર મતદાન થશે.
Lok Sabha Election Dates: ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે. ગુજરાતની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, પોરબંદર બેઠક પર ત્રીજા તબક્કામાં પેટા ચૂંટણી યોજાશે
આ રાજ્યમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે
- બિહારમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 4, બીજા તબક્કામાં 5, ત્રીજા તબક્કામાં 5, ચોથા તબક્કામાં 5, પાંચમાં તબક્કામાં 5, છઠ્ઠા તબક્કામાં 8 અને સાતમા તબક્કામાં 8 બેઠકો પર મતદાન થશે.
- પશ્ચિમ બંગાળમાં પણ સાત તબક્કમાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 3, બીજા તબક્કામાં 3, ત્રીજા તબક્કામાં 4, ચોથા તબક્કામાં 8, પાંચમાં તબક્કામાં 7, છઠ્ઠા તબક્કામાં 8 અને સાતમા તબક્કામાં 9 બેઠક પર વોટિંગ થશે.
- દેશના સૌથી મોટા અને સૌથી વધુ લોકસભા સીટ ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 8, બીજા તબક્કામાં 8, ત્રીજા તબક્કામાં 10, ચોથા તબક્કામાં 13, પાંચમા તબક્કામાં 14, છઠ્ઠા તબક્કામાં 14 અને સાતમા તબક્કામાં 13 બેઠક પર વોટિંગ થશે.
7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી
- પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.
- બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
- ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.
- ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
- છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.
- સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.
દેશમાં કેટલા છે યુવા મતદારો
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે દેશમાં 21.5 કરોડ 29 વર્ષ સુધીના યુવા મતદારો છે. પ્રથમ વખત 1.82 કરોડ મતદારો છે. આ તમામ લોકો પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે મતદાન કરશે. આ દેશમાં કુલ મતદારો 96.8 કરોડ છે. જેમાં 49.7 કરોડ પુરૂષો અને 47 કરોડ મહિલાઓ છે. 12 રાજ્યોમાં પુરુષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધારે છે. 17 વર્ષથી વધુ ઉંમરના 13.4 લાખ નવા મતદારોની એડવાન્સ અરજીઓ અમારી પાસે આવી છે. આ એવા મતદારો હશે જે 1 એપ્રિલે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરશે.