Lok Sabha Elections 2024:14-15 માર્ચે જાહેર થઇ શકે છે લોકસભા ચૂંટણી, સાત તબક્કામાં યોજાશે મતદાન
Lok Sabha Elections 2024 Date:સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.
Lok Sabha Elections 2024 Date: 14-15 માર્ચ સુધી લોકસભાની ચૂંટણીઓ અંગે ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ શકે છે અને તે જ દિવસે ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે પ્રથમ તબક્કાનું મતદાન એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે. 2019ની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.
સૂત્રોના મતે હાલમાં ચૂંટણી પંચની ટીમ પશ્વિમ બંગાળમાં છે. ત્યારબાદ તેઓ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે. ચૂંટણી અધિકારીઓ 13 માર્ચ સુધી પોતાના પ્રવાસને પુરો કરશે. આ વચ્ચે ચૂંટણી પંચ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે સતત બેઠક કરી રહ્યું છે.
CEC Rajiv Kumar along with EC Arun Goel will address a #PressConference on the review of poll preparedness for the forthcoming #GeneralElections2024 in #Kolkata
— Election Commission of India (@ECISVEEP) March 5, 2024
Today 12 PM onwards. Watch live here 👇https://t.co/ShYqwZusTG pic.twitter.com/EvCt4VBTih
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિકનો ઉપયોગ
નોંધનીય છે કે ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિકનો ઉપયોગ કરી શકે છે. તે સિવાય ચૂંટણી પંચ એક વિભાગ પણ બનાવી શકે છે જે સોશિયલ મીડિયા અને ડિઝિટલ પ્લેટફોર્મ પર ખોટી જાણકારીને ઓળખી તેને હટાવવાનું કામ કરશે.
રાજકીય પક્ષોએ શરૂ કરી તૈયારીઓ
ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પણ પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ અનેક પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. શાસક ભાજપે તાજેતરમાં 195 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે જ અમા આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
રાજ્યોનો પ્રવાસ 13 માર્ચ પહેલા પૂર્ણ થવાનો છે. તૈયારીઓનું મૂલ્યાંકન કરવા કમિશન છેલ્લા કેટલાક મહિનાઓથી તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે સીઈઓએ સમસ્યાના વિસ્તારો, ઈવીએમ, સુરક્ષા દળોની તેમની જરૂરિયાત, સરહદો પર કડક દેખરેખની યાદી આપી છે. નોંધનીય છે કે, ચૂંટણી પંચ આ વર્ષે ચૂંટણીના સુચારુ સંચાલન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.