શોધખોળ કરો
Advertisement
લેફ્ટિનેન્ટ જનરલ એમ.એમ. નરવણે હશે દેશના આગામી સેના પ્રમુખ
લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના નવા સેના પ્રમુખ હશે. લેફ્ટિનેન્ટ જનરલ એમએમ નરવણેને ચીફ ઓફ આર્મી સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના નવા સેના પ્રમુખ હશે. લેફ્ટિનેન્ટ જનરલ એમએમ નરવણેને ચીફ ઓફ આર્મી સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની જગ્યાએ હવે મનોજ મુકુંદ નરવણે કાર્યભાર સંભાળશે.
મનોજ મુકુંદ નરવણેએ સપ્ટેમ્બર મહિનામાં જ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફની જવાબદારી સંભાળી હતી. ઓપરેશન અને કમાન્ડનો લાંબો અનુભવ રાખનાર લેફ્ટિનેન્ટ જનરલ નરવાણે હાલના સેના પ્રમુખ જનરલ બિપિન રાવત બાદ સૌથી સીનિયર અધિકારીઓમાંથી એક હતા. સેના પ્રમુખ બિપિન રાવતનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂર્ણ થઇ રહ્યો છે. આ પ્રકારે નવા વર્ષે ભારતીય સેનાને નવા પ્રમુખ મળી જશે. આ પહેલા સપ્ટેમ્બર 2018માં લેફ્ટિનેન્ટ જનરલ મુકુંદ નરવાણેના ઓપરેશનને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ ઈસ્ટર્ન કમાન્ડની જવાબદારી આપી દેવામાં આવી હતી.Lt Gen MM Naravane to be next Army Chief Read @ANI Story | https://t.co/Gx1CMgREdD pic.twitter.com/4kZGSZBEnk
— ANI Digital (@ani_digital) December 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion