MP Cabinet Expansion: મોહન સરકારમાં 28 મંત્રીઓએ લીધા શપથ, BJPએ 2024ને લઈ જાતીય સમીકરણ પર ભાર આપ્યુ
મધ્યપ્રદેશમાં ભાજપની બમ્પર જીતના 22 દિવસ બાદ આજે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મોહન યાદવ સરકારના 28 ધારાસભ્યોએ આજે મંત્રી તરીકે શપથ લીધા.
![MP Cabinet Expansion: મોહન સરકારમાં 28 મંત્રીઓએ લીધા શપથ, BJPએ 2024ને લઈ જાતીય સમીકરણ પર ભાર આપ્યુ Madhya pradesh cabinet oath ceremony mp cm mohan yadav bjp latest news see full list MP Cabinet Expansion: મોહન સરકારમાં 28 મંત્રીઓએ લીધા શપથ, BJPએ 2024ને લઈ જાતીય સમીકરણ પર ભાર આપ્યુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/35f53077131633b1e50ce1b9f1aedad4170350424417778_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Madhya Pradesh Cabinet Oath Ceremony: મધ્યપ્રદેશમાં ભાજપની બમ્પર જીતના 22 દિવસ બાદ આજે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મોહન યાદવ સરકારના 28 ધારાસભ્યોએ આજે મંત્રી તરીકે શપથ લીધા. જેમાં 18 કેબિનેટ મંત્રી, 6 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 4 રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીઓમાં કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ, કૈલાશ સારંગ, તુલસી સિલાવટ સહિત ઘણા મોટા નામો પણ સામેલ છે.
કેબિનેટ મંત્રી
1-પ્રદ્યુમ્ન સિંહ તોમર
2-તુલસી સિલાવટ
3-અદલસિંહ કસાણા
4-નારાયણ સિંહ કુશવાહા
5-વિજય શાહ
6-રાકેશ સિંહ
7-પ્રહલાદ પટેલ
8-કૈલાશ વિજયવર્ગીય
9-કરણ સિંહ વર્મા
10-સંપત્તિયા ઉઈકે
11-ઉદય પ્રતાપ સિંહ
12-નિર્મલા ભુરીયા
13-વિશ્વાસ સારંગ
14-ગોવિંદસિંહ રાજપૂત
15-ઇન્દરસિંહ પરમાર
16-નાગરસિંહ ચૌહાણ
17-ચૈતન્ય કશ્યપ
18-રાકેશ શુક્લા
રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
19-કૃષ્ણા ગૌર
20-ધર્મેન્દ્ર લોધી
21-દિલીપ જયસ્વાલ
22-ગૌતમ ટેટવાલ
23- લેખન પટેલ
24- નારાયણ પવાર
રાજ્ય મંત્રી-
25--રાધા સિંહ
26-પ્રતિમા બાગરી
27-દિલીપ અહિરવાર
28-નરેન્દ્ર શિવાજી પટેલ
આ મંત્રીઓ ઓબીસીમાંથી આવે છે
પ્રહલાદ પટેલ, કૃષ્ણા ગૌર, ઈન્દરસિંહ પરમાર, નરેન્દ્ર શિવજી પટેલ, લખન પટેલ, એંદલ સિંહ કંસાના, નારાયણ સિંહ કુશવાહા, ધર્મેન્દ્ર લોધી, નારાયણ પવાર, રાવ ઉદય પ્રતાપ.
આ મંત્રીઓ જનરલમાં આવે છે
વિશ્વાસ સારંગ, રાકેશ સિંહ, ગોવિંદ સિંહ રાજપૂત, પ્રદ્યુમન સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, ચેતન્ય કશ્યપ, રાકેશ શુક્લા, હેમંત ખંડેલવાલ, દિલીપ જયસ્વાલ,
અનુસૂચિત જનજાતિના છે આટલા મંત્રીઓ
રાધાસિંહ, સમ્પતિયા ઉઇકે, વિજય શાહ, નિર્મલા ભૂરીયા
આ મંત્રીઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે
તુલસી સિલાવટ, પ્રતિમા બાગરી, ગૌતમ ટેંટવાલ, દિલીપ અહિરવાર.
કૈલાશ વિજયવર્ગીયને પણ ભાજપે મંત્રી બનાવ્યા
કેન્દ્રીય મંત્રી પદ છોડનાર પ્રહલાદ પટેલને ભાજપે મધ્યપ્રદેશમાં મંત્રી બનાવ્યા છે. તેમની સાથે ભાજપે રાકેશ સિંહ અને ઉદય પ્રતાપ સિંહને પણ મંત્રી બનાવ્યા છે. આ બંને સાંસદ હોવાને કારણે પાર્ટીની સૂચનાથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ યાદીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયનું નામ પણ સામેલ છે. ભાજપે વિજયવર્ગીયને કેબિનેટ મંત્રી બનાવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નામ પણ યાદીમાંથી ગાયબ છે. આ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ શિવરાજ સિંહ ચૌહાણને રાજ્યમાંથી દૂર કરી કેન્દ્રીય રાજકારણમાં તેનો ઉપયોગ કરી શકે છે. નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ભાજપે બાકીના ચારમાંથી ત્રણ સાંસદોને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)