(Source: Poll of Polls)
MP: મધ્યપ્રદેશમાં મોટી દૂર્ઘટના, પેસેન્જર ભરેલી બસ પૂલ પરથી નીચે ખાબકી, 15ના મોત, 25 લોકો ઘાયલ
ઘટનાની માહિતી પ્રમાણે, આ ઘટના મધ્યપ્રદેશના ખરગૉન નજીક ઘટી છે, અહીં એક બસ પેસેન્જર લઇને જઇ રહી હતી,
Madhya Pradesh: મધ્યપ્રદેશમાં એક મોટી દૂર્ઘટના ઘટી છે, આજે સવારે એક બસને મોટો અકસ્માત નડ્યો છે, ખરેખરમાં ઘટના એવી છે કે, મધ્યપ્રદેશમાં એક બસ પૂલ પરથી નીચે ખાબકી જતા 15 લોકોના મોત થઇ ગયા છે, આ ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ થવાના પણ સામાચાર સામે આવ્યા છે.
ઘટનાની માહિતી પ્રમાણે, આ ઘટના મધ્યપ્રદેશના ખરગૉન નજીક ઘટી છે, અહીં એક બસ પેસેન્જર લઇને જઇ રહી હતી, આ દરમિયાન ખરગોન નજીક એક પૂલ પરથી બસ અચાનક નીચે પડી ગઇ હતી. આ દરમિયાન બસમાં સવાર 15 લોકોના મોત થઇ ગયા હતા અને 25 લોકોને નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના અંગે ખરગોન એસપી ધર્મવીર સિંહે માહિતી આપતા કહ્યું કે, અહીં હાલમાં એક મોટી ટ્રેજેડી થઇ છે, બસ અકસ્માતમાં 15 લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે, ઘાયલોને હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે, અને મૃતકો અને ઘાયલોને દૂર્ઘટના સ્થળ પરથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
Madhya Pradesh | 15 people dead and 25 injured after a bus falls from a bridge in Khargone. Rescue operation underway: Dharam Veer Singh, SP Khargone pic.twitter.com/X66l8Vt7iT
— ANI (@ANI) May 9, 2023
-
માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં શ્રીખંડીથી ઇન્દોર તરફ આ બસ જઇ રહી હતી, મંગળવારે સવારે 8.30 વાગે ડોન્ગરગામની નજીક બોરાડ નદીના પૂલ પરથી નીચે જઇને પડી હતી. દૂર્ઘટનામાં 15 લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા હતા. આ મૃતકોમાં બસનો ડ્રાઇવર, કન્ડક્ટર અને ક્લીનર પણ સામેલ છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને નજીકના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને ખેરગોન જિલ્લાની હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, આ બસ ઓવરલૉડ હતી અને પુરપાટ ઝડપે દોડી રહી હતી.
મૃતકોના પરિવારજનોને 4 લાખની આર્થિક મદદ
મધ્યપ્રદેશ સરકારે ખરગોન બસ દૂર્ઘટનામાં મૃત્ય પામેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયા અને અન્ય ઘાયલોને 25 હજારૂ રૂપિયાની મદદ આપવામાં આવશે. તમામ ઘાયલોનો ઇલાજ સરકાર કરાવશે. સરકારે બસ દૂર્ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મધ્યપ્રદેશમાંથી બસ દૂર્ઘટના સામે આવી ચૂકી છે, અને સરકારે મદદની પણ જાહેરાત કરી છે.