શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ: દિગ્વિજય સિંહનો આરોપ- ભાજપે ધારાસભ્યોને બંધક બનાવ્યા
મધ્યપ્રદેશમાં ચાલી રહેલી રાજકીય પરિસ્થિત પર દિગ્વિજય સિંહે કહ્યું ફ્લોર ટેસ્ટ નહી થઈ શકે, કારણ કે 19 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર નથી કરવામાં આવ્યા.
ભોપાલ: કૉંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે કૉંગ્રેસનો હાથ છોડી ભાજપમાં સામેલ થયા હતા. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ સિંધિયાએ બુધવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ઔપચારિક રીતે પાર્ટીની સદસ્યતા લીધી હતી. ભાજપે ભોપાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરી છે.
ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભોપાલ જશે. ભોપાલમાં સિંધિયાના રોડ શોની તૈયારીઓ કરવામાં આવી છે. એરપોર્ટથી તેઓ ભાજપના કાર્યાલય પહોંચશે.
મધ્યપ્રદેશમાં ચાલી રહેલી રાજકીય પરિસ્થિત પર દિગ્વિજય સિંહે કહ્યું ફ્લોર ટેસ્ટ નહી થઈ શકે, કારણ કે 19 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર નથી કરવામાં આવ્યા. તેમણે શારિરીક રીતે અધ્યક્ષ સામે આવી જણાવવું પડશે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે આ ધારાસભ્યોને ભાજપે બંધક બનાવ્યા છે.
ભોપાલમાં ભારતીય જનતા પાર્ટીએ તેમના સ્વાગતમાં દરેક જગ્યાએ પોસ્ટર લગાવ્યા છે. ભોપાલ નગર નિગમે રસ્તાઓ પર લગાવવામાં આવેલા તમામ પોસ્ટર્સ અને બેનરને હટાવી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement