કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર, હત્યાનો કેસ દાખલ થાય : મદ્રાસ હાઈકોર્ટ
એવામાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણીને લઈ સતત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચ(Election Commission)ને ફટકાર લગાવી છે. મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court)કહ્યું કોરોના વાયરસની બીજી લહેર માટે માત્ર તમે જવાબદાર છો.
ચેન્નઈ: દેશમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે, કોરોનાના આંકડા દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. એવામાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણીને લઈ સતત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચ(Election Commission)ને ફટકાર લગાવી છે. મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court)કહ્યું કોરોના વાયરસની બીજી લહેર માટે માત્ર તમે જવાબદાર છો.
મદ્રાસ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સંજીવ બેનર્જીએ કહ્યું, કોવિડ19ની બીજી લહેર માટે માત્ર તમારી સંસ્થા જવાબદાર છે. જ્યારે ચૂંટણીમાં રેલીઓ થઈ રહી હતી ત્યારે શું તમે બીજા ગ્રહ પર હતા ? ચીફ જસ્ટિસ એટલે ન કોરોયા તેમણે કહ્યું ચૂંટણી પંચના અધિકારીઓ પર કદાચ હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ.
મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court) એ કહ્યું, કોરોનાની બીજી લહેર માટે કોઈ એક જવાબદાર છે તો માત્ર ચૂંટણી પંચ જવાબદાર છે. કોર્ટે કહ્યું, તે જાણવા છતાં કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ લગાવ્યો નહીં. આ સાથે હાઈકોર્ટે ચૂંટણી પંચને 2મેએ મતગણતરીને લઈને કોવિડ સાથે જોડાયેલી ગાઇડલાઇન અને બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાનું કહ્યું છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે, જો પ્લાન નહીં જણાવ્યો તો મતગણતરી પર પ્રતિબંધ લગાવી દેશે. કોર્ટે કહ્યું કે, સ્વાસ્થ્ય સચિવની સાથે મળી ચૂંટણી પંચે 2 મેએ થનાર મતગણતા માટે પ્લાન તૈયાર કરે અને 30 એપ્રિલ સુધી કોર્ટની સામે રજૂ કરે.
4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખીય છે કે, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરલ અને અસમ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે અન્ય જગ્યાએ ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે અને 2મેએ પરિણામ જાહેર કરવામાં આવશે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,53,991 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2812 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,272 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 73 લાખ 13 હજાર 613
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 43 લાખ 04 હજાર 382
કુલ એક્ટિવ કેસ - 28 લાખ 13 હજાર 658
કુલ મોત - 1 લાખ 95 હજાર 123