શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં ઉદ્વવ સરકારની ફૉર્મ્યૂલા નક્કી, જાણો શિવસેના, NCP અને કોંગ્રેસને કેટલા મળશે મંત્રીપદ?
ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બરે ઉદ્વવ ઠાકરેએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધી હતી. સાથે ત્રણયે પક્ષોના બે-બે નેતાઓએ પણ મંત્રી પદ સંભાળી લીધો હતો
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ જ મંત્રીમંડળના વિસ્તારને લઇને માથાકૂટ ચાલુ થઇ ગઇ હતી. ત્રણેય પક્ષો એકબીજા પર વધુ નેતાઓને મંત્રીઓ બનાવવા દબાણ કરી રહ્યાં હતા. હવે ઉદ્વવ ઠાકરે સરકારની નવી ફૉર્મ્યૂલા નક્કી થઇ ગઇ છે, સુત્રો અનુસાર શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણેય પક્ષો મંત્રીમંડળમાં સામેલ થવાના છે.
સુત્રો અનુસાર, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીપદની વહેંચણીનો ફૉર્મ્યૂલા તૈયાર થઇ ગયો છે, જેમાં એનસીપી નેતા અજિત પવારને ઉપ-મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
ઉપરાંત શિવસેનાના કોટામાંથી 14 મંત્રી બનશે, એનસીપીને ડેપ્યૂટી સીએમ ઉપરાંત 16 મંત્રી પદ મળશે, વળી, કોંગ્રેસના પણ 13 નેતા ઉદ્વવ સરકારમાં મંત્રી બનશે, સાથે કોંગ્રેસને સ્પીકરનુ પદ પણ આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બરે ઉદ્વવ ઠાકરેએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધી હતી. સાથે ત્રણયે પક્ષોના બે-બે નેતાઓએ પણ મંત્રી પદ સંભાળી લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion