શોધખોળ કરો

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

3 રાજ્યોની પેટાચૂંટણીમાં ભાજપે બે બેઠકો ગુમાવી; બિહારમાં 'જન સુરાજ' અને MPમાં કોંગ્રેસે ભાજપને ધૂળ ચટાડી, તો ગુજરાતમાં માંજલપુર બેઠક સાચવવામાં ભાજપને સફળતા મળી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ત્રણ રાજ્યોની પેટાચૂંટણીમાં ભાજપને 2-1થી હાર મળી.
  • બિહારમાં પ્રશાંત કિશોરે; મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ભાજપને હરાવ્યું.
  • ગુજરાતની માંજલપુર બેઠક ભાજપે જંગી બહુમતીથી જાળવી રાખી.

Bypoll results 2026 India: દેશભરમાં 3 રાજ્યોની 3 અલગ-અલગ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો (By-election Results 2026) સામે આવી ગયા છે. આ પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપની જીત કરતા તેની હારની વધુ ચર્ચા થઈ રહી છે. પરિણામોના આંકડા મુજબ આ ચૂંટણી જંગમાં ભાજપ 2-1 થી હારી ગયું છે. બિહારની બાંકીપુર બેઠક પર 'જન સુરાજ' પાર્ટીના પ્રશાંત કિશોરે અને મધ્યપ્રદેશની દતિયા બેઠક પર કોંગ્રેસે ભાજપને સીધી હાર આપીને મોટો રાજકીય ફટકો માર્યો છે. જોકે, ગુજરાતની માંજલપુર બેઠક પર ભાજપ પોતાનો ગઢ સાચવી રાખવામાં સફળ રહ્યું છે. આ પરિણામોથી વિપક્ષી છાવણીમાં ભારે ઉત્સાહ છે અને ભાજપને એક કડક રાજકીય સંદેશ મળ્યો છે.

બિહાર: બાંકીપુરમાં પ્રશાંત કિશોરનો મોટો ધમાકો

બિહારના રાજકારણમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભાજપનો અતૂટ ગઢ ગણાતી બાંકીપુર વિધાનસભા બેઠક પર 'જન સુરાજ' ના સ્થાપક પ્રશાંત કિશોરે (PK) જંગી જીત મેળવીને મોટો ધડાકો કર્યો છે. શરૂઆતમાં અહીં 31 રાઉન્ડની મતગણતરી નક્કી થઈ હતી, પરંતુ બાદમાં એક વધારાનો રાઉન્ડ ઉમેરાયો હતો. કુલ 32 રાઉન્ડની ગણતરીના અંતે પ્રશાંત કિશોરે ભાજપના ઉમેદવાર નીરજ સિંહાને સીધા 19,324 મતોના મોટા માર્જિનથી હરાવ્યા.

પ્રશાંત કિશોર (જન સુરાજ): 64,151 મત

નીરજ સિંહા (ભાજપ): 44,827 મત

રેખા ગુપ્તા (RJD): 14,273 મત (ત્રીજા ક્રમે)

જન સુરાજ પાર્ટીની આ પહેલી જ ચૂંટણીમાં મળેલી આ ભવ્ય જીતને બિહારના રાજકારણમાં એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

મધ્યપ્રદેશ: કોંગ્રેસે દતિયામાં ભાજપ પાસેથી બેઠક છીનવી

મધ્યપ્રદેશની દતિયા વિધાનસભા બેઠક પરનો મુકાબલો ખૂબ જ કાંટે કી ટક્કર વાળો રહ્યો હતો, પરંતુ અંતે બાજી કોંગ્રેસના હાથમાં રહી. 15મા અને અંતિમ રાઉન્ડની મતગણતરી પૂરી થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહનો વિજય થયો હતો. આ જીતને ભાજપ માટે મોટો રાજકીય ફટકો માનવામાં આવે છે.

ઘનશ્યામ સિંહ (કોંગ્રેસ): 66,757 મત

આશુતોષ તિવારી (ભાજપ): 60,741 મત

કોંગ્રેસે આ બેઠક 6,016 મતોની સરસાઈથી જીતી લીધી છે. અહીં આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ના ઉમેદવાર દામોદર યાદવ 22,527 મત મેળવીને ત્રીજા સ્થાને રહ્યા હતા.

આ પણ વાંચોઃ બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

ગુજરાત: ભાજપે માંજલપુરમાં પોતાનો ગઢ સાચવી રાખ્યો

ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. અહીં ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 30,630 મતોના જંગી માર્જિનથી હરાવીને જીત નોંધાવી છે.

સતીશ પટેલ (ભાજપ): 55,481 મત (67.19% વોટ શેર)

ભીખા રબારી (કોંગ્રેસ): 24,851 મત (30.09% વોટ શેર)

પોતાની ભવ્ય જીત બાદ સતીશ પટેલે તમામ મતદારો અને પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યું હતું કે, "માંજલપુર હંમેશાથી ભાજપનો અભેદ્ય કિલ્લો રહ્યો છે અને આજે જનતાએ ફરી એકવાર અમારા પર અને પાર્ટીમાં પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે."

Frequently Asked Questions

દેશભરમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો કેવા રહ્યા?

3 રાજ્યોની 3 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હારી ગયું છે. બિહાર અને મધ્યપ્રદેશમાં ભાજપને હાર મળી છે, જ્યારે ગુજરાતમાં ભાજપે ગઢ જાળવી રાખ્યો છે.

બિહારની બાંકીપુર બેઠક પર કોણ જીત્યું?

બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર 'જન સુરાજ' પાર્ટીના પ્રશાંત કિશોરે ભાજપના નીરજ સિંહાને 19,324 મતોથી હરાવી જંગી જીત મેળવી છે. આ 'જન સુરાજ'ની પ્રથમ ચૂંટણી જીત છે.

મધ્યપ્રદેશની દતિયા બેઠક પર કોને વિજય મળ્યો?

મધ્યપ્રદેશની દતિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહે ભાજપના આશુતોષ તિવારીને 6,016 મતોની સરસાઈથી હરાવ્યા. આ ભાજપ માટે મોટો રાજકીય ફટકો છે.

ગુજરાતની માંજલપુર બેઠક પર ભાજપનું પ્રદર્શન કેવું રહ્યું?

ગુજરાતની માંજલપુર બેઠક પર ભાજપના સતીશ પટેલે કોંગ્રેસના ભીખા રબારીને 30,630 મતોના જંગી માર્જિનથી હરાવી પોતાનો ગઢ જાળવી રાખ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget