![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રમાં શિંદે ચાલશે એવો દાવ કે પ્રચંડ જીત પછી પણ BJP જોતી રહી જશે
Maharashtra Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં BJP ને શિંદે જૂથની શિવસેના કરતાં પણ વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે. આની સાથે જ એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે હવે મુખ્યમંત્રી કોણ બનશે.
![Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રમાં શિંદે ચાલશે એવો દાવ કે પ્રચંડ જીત પછી પણ BJP જોતી રહી જશે maharashtra 2024 election results cm prediction devendra fadnavis eknath shinde ajit pawar Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રમાં શિંદે ચાલશે એવો દાવ કે પ્રચંડ જીત પછી પણ BJP જોતી રહી જશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/23/2765a96aeb7402b59152976e1f693a991732345977070614_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના વલણોમાં NDA પ્રચંડ બહુમતી હાંસલ કરતી દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં પરિણામોની સાથે જ મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે. શિવસેના (શિંદે જૂથ)ના નેતાઓ અને સમર્થકો હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદેને ફરીથી સત્તાની કમાન સોંપવાની માંગ કરી રહ્યા છે. જ્યારે BJP ના નેતાઓ અને સમર્થકો આ જીતનો શ્રેય દેવેન્દ્ર ફડણવીસને આપતા તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં BJP સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જો વલણો પરિણામોમાં બદલાય તો BJP રાજ્યમાં પોતાનો હાઈટાઈમ રેકોર્ડ તોડશે. BJP એ 2014માં 122 બેઠકો પર જીત મેળવી હતી. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદ પર BJP નો દાવો મજબૂત થઈ ગયો છે. જોકે, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ત્રણેય પાર્ટીના નેતાઓ બેસીને આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી કરશે. બીજી તરફ, એકનાથ શિંદેએ એવું નિવેદન આપ્યું જે BJP ની ચિંતા વધારી શકે છે.
એકનાથ શિંદેએ શું કહ્યું?
ચૂંટણી પરિણામો વચ્ચે એકનાથ શિંદેએ કહ્યું કે એ જરૂરી નથી કે જે પાર્ટીની સૌથી વધુ બેઠકો હોય, તે જ પાર્ટીનો મુખ્યમંત્રી બને. ભલે શિંદેએ કોઈનું નામ ન લીધું, પરંતુ તેમનો ઈશારો સીધો BJP તરફ હતો.
શિંદેના નિવેદન પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર નહીં થાય અથવા તેઓ 'નીતીશ નીતિ' વાળો દાવ ચાલી શકે છે. બિહારમાં 2020માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમારની JDU એ BJP સાથે મળીને ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં વિપક્ષી RJD એ 75 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે, BJP 74 બેઠકો સાથે બીજા નંબરની પાર્ટી હતી. જ્યારે JDU ત્રીજા નંબરની પાર્ટી બની હતી. આમ છતાં BJP નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર થઈ ગઈ હતી.
શું એકનાથ શિંદેને ફરી મુખ્યમંત્રી પદ આપશે BJP?
આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું BJP બિહારની જેમ મહારાષ્ટ્રમાં પણ એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપશે. આ પહેલા જ્યારે એકનાથ શિંદે શિવસેનામાંથી બળવો કરીને આવ્યા હતા ત્યારે BJP સૌથી મોટી પાર્ટી હોવા છતાં તેમને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)