શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 74860 થઈ, એક દિવસમાં 122 લોકોના મોત
મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના 1276 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે કેસ વધીને 43,262 થઈ ગઈ છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર થમી નથી રહ્યો. રાજ્યમાં બુધવારે કોરોના વાયરસથી 122 લોકોના મોત થયા છે, જે એક દિવસમાં અત્યાર સુધી સર્વાધિક મોત છે. તેની સાથે કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 2587 થઈ ગઈ છે. રાજ્યમાં 2560 નવા કેસ સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 74860 થઈ ગઈ છે.
આરોગ્ય વિભાગ અનુસાર વધુ 996 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 32,329 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 39,935 દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં કુલ ચાર લાખ 97 હજાર 276 સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યું છે.
મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના 1276 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે કેસ વધીને 43,262 થઈ ગઈ છે. જ્યારે 49 લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા 1417 થઈ ગઈ છે.
બીએમસી અનુસાર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 259 દર્દીઓ સ્વસ્થ થયા છે. અહીં 24373 એક્ટિવ કેસ ઠછે જ્યારે 17472 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,16,919 પર પહોંચી છે. 6705 લોકોના મોત થયા છે અને 1,04,107 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,06,737 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement