શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુંબઈઃ 4 ડોકટર્સ પણ આવ્યા Coronaની ઝપેટમાં, જાણો કેવી રીતે લાગ્યો ચેપ
મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 108 પોઝિટિવ કેસ આવ્યા છે, જેમાંથી 4 ડોક્ટર છે.
મુંબઈઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 1029 કેસ સામે આવ્યા છે. મૃતકોની સંખ્યા 20ને પાર કરી ગઈ છે, જ્યારે 85 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 186 કેસ પોઝિટિવ છે.
કેવી રીતે લાગ્યો ચેપ
મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 108 પોઝિટિવ કેસ આવ્યા છે, જેમાંથી 4 ડોક્ટર છે. તેઓ દર્દીની સારવાર દરમિયાન જ ડોક્ટરો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. જેમાંથી એક 85 વર્ષીય યૂરોલોજિસ્ટ ડોક્ટરપણ છે.
એક ડોકટર તો વિદેશ પણ નહોતા ગયા છતા આવી ગયા ઝપેટમાં
સંક્રમણ દરમિયાન મેડિકલ પ્રોફેશનલ્સને સૌથી વધુ ખતરો છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત ચીન અને ઈટાલીમાં ગત થોડા મહિનામાં ઘણા ડોક્ટર્સના જીવ ગયા છે. મુંબઈમાં શનિવારે ચોથા ડોક્ટર પણ કોરોના પોઝિટિવ જણાયા હતા. અધિકારીના જણાવ્યા મુજબ, વર્લીના આ ડોક્ટર ક્યારેય વિદેશ નહોતા ગયા. પરંતુ તેમણે જે લોકોની મુલાકાત લીધી હતી તેઓ વિદેશથી આવ્યા હતા. જેના કારણે તેઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
મુંબઈના ડોક્ટરોમાં છે આ વાતને લઈ ચિંતા
ડોક્ટરો સંક્રમિત થયા હોવાથી મુંબઈના ડોક્ટરોમાં પણ ચિંતા ફેલાઇ છે. મદદ માટે આગળ આવી રહેલા ડોક્ટરો પણ મૂંઝવણમાં છે. ડોક્ટર હાઇ રિસ્ક પર છે. લોકોએ મોટા પાયે માસ્ક અને સેનિટાઇઝર્સ પહેલાથી ખરીદી લીધા હોવાથી તેની અછત છે. વર્તમાન સ્થિતિમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને તેની સૌથી વધારે જરૂર છે.
Coronavirus: દેશમાં 15 માર્ચ બાદ કોરોનાએ પકડી સ્પીડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion