શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: કાલથી રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ, CM ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનને લઈને શું આપ્યું મોટું નિવેદન ?
મહારાષ્ટ્રમા ફરી વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં સોમવારે તમામ પ્રકારની રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત છે.
મુંબઈ: મહારાષ્ટ્રમા ફરી વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં સોમવારે તમામ પ્રકારની રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું જો નિયમોનું પાલન નહી કરવામાં આવે તો ફરી એક વાર લોકડાઉન લગાવવું પડશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હું મિ જવાબદાર(હું જવાબદાર) મુહિમ શરૂ કરુ છે, જેમાં મને તમારી પાસેથી જવાબ જોઈએ કે શું તમારે લોકડાઉન જોઈએ છે કે નહી. તેમણે કહ્યું મને તમારી પાસેથી એક સપ્તાહમાં જવાબ જોઈએ. જેમને લોકડાઉન નથી જોઈતું તેઓ માસ્ક પહેરે અને નિયમોનું પાલન કરે અને જેમને લોકડાઉન જોઈએ છે તેઓ માસ્ક ન પહેરે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કંપનીઓએ પોતાના કર્મચારીઓની આવશ્યક્તા અનુસાર કેટલાક લોકોને વર્ક ફ્રોમ હોમ અને કેટલાક લોકોને ઓફિસ બોલાવવા જોઈએ. આ રોટેશન કરતું રહેવું જોઈએ, જેનાથી ટ્રેન અને બસોમાં વધારે ભીડ ન થાય. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું લોકડાઉનને લઈ આગામી 8 દિવસમાં નિર્ણય કરશું. મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને કહ્યું તેઓ માસ્ક પહેરે અને નિયમોનું પાલન કરી લોકડાઉન ટાળી શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે અમરાવતીમાં આજે લગભગ એક હજાર કેસ સામે આવ્યા છે જે ચિંતાનો વિષય છે. કોરોના પર નિયંત્રણને લઈને અમારી તૈયારી પૂરેપૂરી છે. પરંતુ લોકોએ પણ સતર્કતા રાખવી પડશે. લોકો માસ્ક નહીં પહેરે તો લોકડાઉન કરવું પડશે. હાલતો, કોરોનાના વધતા કેસને જોતા સોમવારથી સરકારી મીટિંગ્સ અને ધાર્મિક સભાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion