શોધખોળ કરો
Advertisement
Raigarh Buidling Collapse: મહારાષ્ટ્રના રાયગઢમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દબાયાની આશંકા
Maharashtra Raigarh Buidling Collapse: ભારે વરસાદના કારણે બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે.
મહારાષ્ટ્રના રાયગઢમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. મહારાષ્ટ્રના મંત્રી અદિતી એસ તત્કરેએ કહ્યું, રાયગઢ જિલ્લામાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. 50 લોકો દબાયા હોવાની આશંકા છે.
રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં તારિક ગાર્ડન નામની ઈમારત ધરાશાયી થઈ હોવાની જાણ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
ઘટનાની ગંભીરતા જોતાં પુણેથી એનડીઆરએફની બે ટીમ ઘટનાસ્થળે રવાના થઈ છે. ઘટનાને લઈ જિલ્લા કલેકટર નિધિ ચૌધરીએ કહ્યું, 10 વર્ષ પહેલા જ આ ઈમારત બની હતી. ઈમારતના ઉપરના ત્રણ ફ્લોર ધરાશાયી થયા છે. કેટલા લોકો અંદર ફસાયા છે તેનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.
તેમણે કહ્યું, તળાવ પાસે આ ઈમારત હતી. ડિઝાઈનિંગમાં મુશ્કેલી હતી કે મકાન બનાવવામાં ખરાબ મટિરિયલનો વપરાશ થયો તે તપાસનો વિષય છે. હાલ અમે લોકોને અંદરથી સલામત રીતે બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion