શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: CM ઉદ્ધવ ઠાકરેએ વાવાઝોડાથી અસરગ્રસ્ત રાયગઢ જિલ્લાને 100 કરોડની આપી સહાય
મહારાષ્ટ્ર સરકારે ચક્રવાતથી સૌથી વધુ અસરગ્રસ્ત રાયગઢ જિલ્લાને તાત્કાલિક અસરથી 100 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ચક્રવાતથી સૌથી વધુ અસરગ્રસ્ત રાયગઢ જિલ્લાને તાત્કાલિક અસરથી 100 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરી હતી. આ સાથે જ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે અન્ય જિલ્લાઓમાં તોફાનને કારણે થયેલા નુકસાન માટે મદદની જાહેરાત કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ આજે અલીબાગની મુલાકાત લીધી અને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે પર્યાવરણમંત્રી આદિત્ય ઠાકરે પણ હતા. આ સહાય ( 100 કરોડ) ઇમરજન્સી રાહત માટે આપવામાં આવશે. આ માત્ર એક શરૂઆત છે. તેને કોઈ પેકેજ ન કહેશો, 'એમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીટીઆઈના એક અહેવાલમાં જણાવ્યું હતું.
અહેવાલ અનુસાર, તેમણે કહ્યું હતું કે તાત્કાલિક આ વિસ્તારમાં મકાનોની મરામત અને ટેલિકમ્યુનિકેશનને પુનર્સ્થાપિત કરવામાં આવશે. તેમણે એવી ખાતરી પણ આપી હતી કે ચક્રવાતને કારણે નુકસાન વેઠનારા ખેડુતો અને માછીમારોને રાહત આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion