શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર વિધાન પરિષદ માટે ઉદ્ધવે નોંધાવી ઉમેદવારી, જાણો શું છે વોટનું ગણિત
રાજ્યમાં 21 મે ના રોજ ખાલી પડેલી 9 બેઠકો પર એમએલસીની ચૂંટણી યોજાવાની છે. ભાજપે ચાર ઉમેદવારો જ્યારે શિવસેના અને એનસીપીએ બે-બે અને કૉંગ્રેસે એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
નવી દિલ્હીં: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આગામી વિધાન પરિષદ ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ દરમિયાન ઠાકરે સાતે તેમના પત્ની રશ્મિ, પુત્ર આદિત્ય અને તેજસ હાજર રહ્યાં હતા. આ સિવાય એનસીપી નેતા અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અને મહેસૂલ પ્રધાન બાલાસાહેબ થોરાટ અને શિવ સેનાના સિનિયર નેતા સંજય રાઉત સહિત મહા વિકાસ અગાઢીના નેતોઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉમેદવારી નોંધાવતાની સાથે જ ઉદ્ધવ ઠાકરેનું બિનહરીફ એમએલસી ચૂંટણી થવાનું નક્કી થઈ ગયું છે. કૉંગ્રેસના એક ઉમેદવારે નામ પરત ખેંચતા ઉદ્ધવ ઠાકરે માટે રસ્ત સાફ થઈ ગયો. એમએલસી માટે ઉમેદવારી નોંધાવનાર તમામ 9 ઉમેદવારોનું બિનહરીફ ચૂંટાવાનું નક્કી છે.
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ બાદ બનેલા નવા સમીકરણોના હિસાબ પ્રમાણે રાજ્યમાં વિધાન પરિષદની નવ બેઠકો માટે ભાજપે ચાર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે શિવસેના અને એનસીપીએ બે-બે અને કૉંગ્રેસ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
રાજ્યમાં 21 મે ના રોજ ખાલી પડેલી 9 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની વર્તમાન સંખ્યાબળ પ્રમાણે ભાજપના ખાતામાં ચાર અને કૉંગ્રેસ-એનસીપી અને શિવેસનાના ખાતામાં 5 સીટો જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર 2019ના રોજ સીએમ પદના શપથ લીધા હતા અને નિયમ અનુસાર 6 મહિનાની અંદર ધારસભ્ય બનવુ જરૂરી હતું. એવામાં ઠાકરેએ વિધાન પરિષદનો રસ્તો પસંદ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement