શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરે સરકારનો આદેશ- મકાન માલિકો પોતાના ભાડુઆત પાસેથી ત્રણ મહિનાનું ભાડુ ન વસૂલે
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે 300 લોકો સાજા થઈ ગયા છે અને 194 લોકોના મોત થયા છે.
મુંબઈ: કોરોનાની મહામારી સામે લડવા કેન્દ્ર સાથે રાજ્ય સરાકારો પણ પૂરજોશમાં પ્રયત્નમાં લાગેલી છે. તેની વચ્ચે મહારાષ્ટ્ર સરાકારે લોકડાઉનના કારણે ફસાયેલા લોકો માટે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરાકારે આદેશ જારી કરતા કહ્યું કે, કોઈ પણ મકાન માલિક હાલમાં પોતાના ભાડુઆત પાસેથી ત્રણ મહિનાનું ભાડુ વસૂલ ન કરે.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના આદેશમાં કહ્યું કે, જો કોઈ ભાડુઆત ત્રણ મહિના સુધી ભાડુ નથી આવતો તો મકાન માલિક તેને ઘરમાંથી કાઢી નહીં શકે. ઉદ્ધવ સરકારે રાજ્યમાં ફસાયેલા મજૂરોની સંખ્યાને જોતા આ પગલુ ઉઠાવ્યું છે. ઉલ્લેખનીય કે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મજૂરો અહીં કામ કરવા આવે છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્ર રાજ્ય આવાસ વિભાગે મકાન માલિકને નિર્દેશ આપ્યો છે કે, તે પોતાના ભાડુઆત પાસેથી ત્રણ મહિનાનું રેન્ટ ન વસૂલે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે 300 લોકો સાજા થઈ ગયા છે અને 194 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement