શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્ર: CM ઉદ્ધવ ઠાકરે પાસે 143 કરોડની સંપત્તિ, 23 ફોજદારી કેસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદ માટે પોતાનું નામાંકન દાખલ કર્યું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પોતાના શપથ પત્રમાં સંપત્તિ, ફોજદારી કેસ, ઘર,ગાડી અને બિઝનેસની જાણકારી શેર કરી છે.
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદ માટે પોતાનું નામાંકન દાખલ કર્યું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પોતાના શપથ પત્રમાં સંપત્તિ, ફોજદારી કેસ, ઘર,ગાડી અને બિઝનેસની જાણકારી શેર કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એમએલસી ચૂંટણીમાં ફાઇલ કરેલા સોગંદનામાથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પત્ની પાસે આશરે 143 કરોડની જંગમ અને સ્થાવર સંપત્તિ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કુલ બે બંગલાના માલિક છે પરંતુ તેમની પાસે એક વાહન, કાર નથી.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે કુલ 23 ફોજદારી કેસ દાખલ થયા છે. જેમાંથી 12 કેસમાં તપાસ બાદ તેમનું નામ તેમાંથી હટાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર મોટાભાગના કેસ શિવસેના મુખપત્ર સામનામાં લખેલા વિવાદિત લેખો અને સમાચાર સાથે જોડાયેલા છે. ઉદ્ધવ ઠાકરે મંજૂરી વગર મોર્ચો કાઢવો,ભડકાઉ નિવેદન અને ચેક બાઉન્સ સુધીના કેસમાં આરોપી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે 24 કરોડ 14 લાખ 99 હજાર 593 કરોડની જંગમ સંપત્તિ છે. તેમના પત્ની રશ્મિ ઠાકરે પાસે 65.9 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર સંપત્તિ છે.
ઉદ્ધવ ઠાકરેના મોટા પુત્ર અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે અને નાના પુત્ર તેજસ ઠાકરે અને પરિવારના અન્ય સભ્યોની સંપત્તિ લગભગ 1.58 કરોડ રૂપિયા છે. મુખ્યમંત્રી ઠાકરે પર 4.6 કરોડ અને તેમની પત્ની રશ્મિ ઠાકરે પર 11.44 કરોડ રૂપિયાની લોન છે. સીએમ ઉદ્ધવ ઠાકરેની સંપત્તિની વિગતો અનુસાર, બોન્ડમાં 21.68 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે અને 1.60 કરોડ રૂપિયા બેન્કમાં ફિક્સ ડિપોઝિટમાં રાખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે 3 લાખ રૂપિયાની પોસ્ટલ સેવિંગ અને 23 લાખ 20 હજાર રૂપિયાના જ્વેલરી પણ છે. તેમના પત્ની રશ્મિ ઠાકરે પાસે 1.35 કરોડ રૂપિયાની જ્વેલરી છે, આ સિવાય બેંકમાં 34.86 લાખ રૂપિયાની FD છે, સીએમ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરેએ બોન્ડમાં કુલ 33.79 કરોડનું રોકાણ કર્યું છે.
રાયગઢ જિલ્લામાં ઉદ્ધવ ઠાકરેના નામ પર 5 કરોડની જમીન છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુરમાં ખેતીની જમીન જેની હાલની બજાર કિંમત 5.6 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. અહમદનગર જિલ્લામાં 13.64 કરોડ રૂપિયાની બિન ખેતી જમીન અને બ્રાંદ્રામાં બે રેસિડેન્ટ બિલ્ડિંગ છે. માતોશ્રી બંગલાની કિંમત 14.44 કરોડ જણાવવામાં આવી છે અને બીજા બંગલાની કિંમત 19.29 કરોડ રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion