શોધખોળ કરો
Advertisement
દિલ્હી પહોંચ્યા મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત
નવેમ્બરમાં મુખ્યમંત્રી બન્યા બાદ આ ઠાકરેની પ્રથમ દિલ્હી યાત્રા છે જેમાં તેઓ વડાપ્રધાનની મુલાકાત કરશે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દિલ્હી પહોંચ્યા છે. કાર્યક્રમ અનુસાર, તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી શકે છે. તે સિવાય ઠાકરે દિલ્હીમાં સંજય રાઉતના સરકારની નિવાસસ્થાનમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધિત કરશે.
એરપોર્ટથી ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતા સંજય રાઉતના નિવાસસ્થાન પર પહોંચી ચૂક્યા છે. ઠાકરે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાત્રે નવ વાગ્યે મુલાકાત કરશે. આ જાણકારી સંજય રાઉતે ટ્વિટ કરી આપી હતી. રાઉતે લખ્યું હતું કે, મુખ્યમંત્રી ઠાકરે શુક્રવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે નવેમ્બરમાં મુખ્યમંત્રી બન્યા બાદ આ ઠાકરેની પ્રથમ દિલ્હી યાત્રા છે જેમાં તેઓ વડાપ્રધાનની મુલાકાત કરશે.
વડાપ્રધાન સાથે મુલાકાત બાદ ઠાકરે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી સાથે પણ મુલાકાત કરી શકે છે.Maharashtra Chief Minister & Shiv Sena leader Uddhav Thackeray arrives at Delhi airport, to meet Prime Minister Narendra Modi and Congress Interim President Sonia Gandhi today. pic.twitter.com/Mp7JhsZP8u
— ANI (@ANI) February 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement