શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં કોરોનાના 8308 નવા કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 92 હજારને પાર
રાજ્યમાં ત્રીજી વખત કોરોના વાયરસના 8 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.
![મહારાષ્ટ્રમાં કોરોનાના 8308 નવા કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 92 હજારને પાર maharashtra coronavirus 8308 new cases reported today મહારાષ્ટ્રમાં કોરોનાના 8308 નવા કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 92 હજારને પાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/18042245/mh-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના 8308 નવા કેસ સામે આવ્યા બાદ શુક્રવારે કુલ કેસની સંખ્યા 2 લાખ 92 હજાર 589 થઈ ગઈ છે. આ જાણકારી આરોગ્ય વિભાગે આપી હતી. રાજ્યમાં ત્રીજી વખત કોરોના વાયરસના 8 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં ગુરુવારે એક દિવસમાં સૌથી વધુ 8641 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 11 જુલાઈએ 8139 કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે, શુક્રવારે કોવિડ-19 થી વધુ 258 દર્દીના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 11 હજાર 452 થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, દિવસમાં કુલ 2217 દર્દીઓ સાજા થયા છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 1 લાખ 60 હજાર 357 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 1 લાખ 20 હજાર 780 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી રાજ્યમાં 14 લાખ 84 હજાર 630 લોકોનું કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)