શોધખોળ કરો
Coronavirus: છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં રેકોર્ડ 8641 નવા કેસ, 266 લોકોના મોત
કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 8641 નવા કેસ નોંધાયા છે.

મુંબઈ: કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 8641 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 266 લોકોના મોત થયા છે. આ પહેલા 11 જુલાઈના એક દિવસમાં સૌથી વધુ 8139 કેસ સામે આવ્યા હતા. નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 2 લાખ 84 હજાર 281 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં 11 હજાર 194 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આ વાતની જાણકારી આપી છે. અત્યાર સુધીમાં 14 લાખ 46 હજાર 386 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે બીએમસીએ જણાવ્યું કે મુંબઈમાં કોરોના વાયરસના 1498 નવા કેસ નોંધાયા છે અને વધુ 56 લોકોના મોત થયા છે. આ કેસ સામે આવ્યા બાદ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 97 હજાર 751 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી મુંબઈમાં 5520 લોકોના મોત થયા છે. જાણકારી મુજબ કુલ પોઝિટિવ કેસમાંથી મુંબઈમાં 68 હજાર 537 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે અને શહેરમાં 23 હજાર 694 એક્ટિવ કેસ છે. આ સિવયા ધારાવીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 2428 થઈ ગઈ છે. અહીં ગુરૂવારે 13 નવા કેસ નોંધાયા છે.
વધુ વાંચો






















