શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ BJPએ જાહેર કરી ચાર ઉમેદવારોની ત્રીજી યાદી
નોંધનીય છે કે બંન્ને તરફથી ઉમેદવારોની જાહેરાત વચ્ચે ભાજપ અને શિવસેના વચ્ચે હજુ સુધી બેઠકોની વહેંચણીને લઇને કોઇ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કુલ ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રકારે ભાજપે અત્યાર સુધીમાં 143 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. નવી લિસ્ટમાં શિરપુર (એસટી અનામત)થી કાશીમાર પવારા, રામટેકથી મલ્લિકાર્જુન રેડ્ડી, સાકોલીથી પરિણય ફુકે અને મલાડ વેસ્ટથી રમેશ સિંહ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે.
નોંધનીય છે કે બંન્ને તરફથી ઉમેદવારોની જાહેરાત વચ્ચે ભાજપ અને શિવસેના વચ્ચે હજુ સુધી બેઠકોની વહેંચણીને લઇને કોઇ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, સૂત્રોના મતે ગઠબંધન માટે થયેલી ડીલ અનુસાર ભાજપના ખાતામાં 162 અને શિવસેના પાસે 126 બેઠકો આવી છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે. આ અગાઉ ભાજપે ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ યાદીમાં 125 બેઠકો માટે ઉમેદવારોનું નામ હતુ જ્યારે બીજી યાદીમાં 14 ઉમેદવારોના નામ હતા. બીજી તરફ શિવસેનાએ 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે.Bharatiya Janata Party has released third list of candidates for #MaharashtraAssemblyPolls. pic.twitter.com/3yGXRYzcql
— ANI (@ANI) October 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement