શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં આ બેઠક પર બન્યો અનોખો રેકોર્ડ, જીતેલા ઉમેદવાર બાદ બીજા નંબરે રહ્યું NOTA, મળ્યા 27,287 મત
આ કદાચ પ્રથમ ઘટના હશે કે જ્યારે એક ઉમેદવારને નોટાએ હરાવ્યો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાતૂર ગ્રામીણ સીટનું પરિણામ ખૂબ જ રસપ્રદ રહ્યું છે. અહીંથી જીતી આવેલ ઉમેદવાર બાદ બીજા નંબરે સૌથી વધારે મત કોઈ ઉમેદવારને નહીં પણ NOTAને મળ્યા છે. આ સીટથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિલાસરાવ દેશમુખના દીકરા ધીરજ દેશમુખ પ્રથમ વખત મેદાનમાં ઉતર્યા હતા અને તેમણે શાનદાર જીત મેળવી હતી. આ સીટ પર બીજા નંબરે NOTA (ઉપરમાંથી કોઈપણ ઉમેદવાર નહીં) રહ્યું, જેના પર 27,287 વોટરોએ બટન દબાવ્યું.
ધીરજ દેશમુખને 1,33, 161 વોટ મળ્યા હતા. તેણે બધા હરીફોને પાછળ રાખી દીધા હતા. તેનો મુખ્ય મુકાબલો શિવસેનાના સચિન ઉર્ફે રવિ રામરાજે દેશમુખ સામે હતો. શિવસેનાના ઉમેદવારને ફક્ત 13335 વોટ મળ્યા હતા અને ડિપોઝીટ જપ્ત થઈ હતી. બીજા નંબરે નોટા( NOTA)રહ્યો હતો. કુલ 27 હજાર 287 લોકોએ નોટા સામે બટન દબાવ્યું હતું.
આ કદાચ પ્રથમ ઘટના હશે કે જ્યારે એક ઉમેદવારને નોટાએ હરાવ્યો છે અને નોટા બીજા નંબરે રહ્યો છે. આ સીટ પર વંચિત બહુજન અગાડી પાર્ટીના ઉમેદવારને 12755 વોટ મળ્યા હતા અને તે ચોથા નંબરે રહ્યા હતા.
ધીરજ દેશમુખ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર અને અભિનેતા રિતેશ દેશમુખના ભાઈ છે. કૉંગ્રેસે આ વખતે ધીરજને લાતૂર ગ્રામીણથી પોતાનો ઉમેદવાર બનાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement