શોધખોળ કરો
મહારાષ્ટ્રઃ 24 કલાકમાં કેટલા પોલીસકર્મીને લાગ્યો કોરોનાનો ચેપ ? જાણો વિગત
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 65,268 પર પહોંચી છે અને 2197 લોકોના મૃત્યુ થયા છે.
![મહારાષ્ટ્રઃ 24 કલાકમાં કેટલા પોલીસકર્મીને લાગ્યો કોરોનાનો ચેપ ? જાણો વિગત Maharashtra: In last 24 hours 91 police personnel have tested positive for COVID19 મહારાષ્ટ્રઃ 24 કલાકમાં કેટલા પોલીસકર્મીને લાગ્યો કોરોનાનો ચેપ ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/31183718/maha-police.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ દેશમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે સવારે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે સંક્રમિતો નોંધાયા છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના સૌથી વધારે કેસ છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 91 પોલીસકર્મીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સાથે મહારાષ્ટ્ર પોલીસના 2416 કર્મીને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે 26 લોકોના મોત થયા છે. હાલ 1421 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 65,268 પર પહોંચી છે અને 2197 લોકોના મૃત્યુ થયા છે.
ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી દેશમાં 1,82,000થી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ભારત સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. આ લિસ્ટમાં અમેરિકા ટોપ પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)