શોધખોળ કરો
Lockdown: આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવાયુ, ખુલશે મોલ અને માર્કેટ કોમ્પલેક્સ
મહારાષ્ટ્રમાં ગઈકાલે 9211 વધુ લોકોને કોરોનાને ચેપ લાગ્યાની પુષ્ટિ થઈ હતી.
![Lockdown: આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવાયુ, ખુલશે મોલ અને માર્કેટ કોમ્પલેક્સ maharashtra lockdown government allows opening of malls market complexes without theatres Lockdown: આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવાયુ, ખુલશે મોલ અને માર્કેટ કોમ્પલેક્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/30132634/lockdown-maharashtra.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધું છે. ગાઈડલાઇન અનુસાર, પાંચ ઓગસ્ટ સવારે 9 કલાકથી સાંજે 7 કલાક સુધી મોલ અને માર્કેટ કોમ્પલેક્સ ખુલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, મોલ અને માર્કેટ કોમ્પલેક્સમાં થિયેટર, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ નહીં ખુલે.
મહારાષ્ટ્રમાં ગઈકાલે 9211 વધુ લોકોને કોરોનાને ચેપ લાગ્યાની પુષ્ટિ થઈ હતી. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યા ચાર લાખને પાર એટલે કે 4,00,651એ પહોંચી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં જે 298 લોકોએ પોતાનો જીવ કોરોનાને કારણે ગુમાવ્યો છે તેમાંથી 60 એકલ મુંબઈના જ છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 14,463એ પહોંચી ગઈ છે.
ટોપેએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 7478 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ ડિસ્ચાર્જ થનાર દર્દીની સંથ્યા 2,39,755એ પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં 1,46,129 લોકોની હાલમાં સારવાર ચાલી રહી છે જ્યારે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 20,16,234 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)