Maharashtra Lockdown: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કેટલા દિવસનું લાદવામાં આવશે લોકડાઉન? જાણો મોટા સમાચાર
Maharashtra Lockdown Update: રાજ્યમાં લોકડાઉન લગાવવા સંદર્ભે યોગ્ય ફેંસલો 14 એપ્રિલ બાદ જ લેવાશે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે 8 દિવસના લોકડાઉનની તરફેણમાં વાત કરી હતી. બીજી તરફ, કોવિડ ટાસ્ક ફોર્સના કેટલાક સભ્યોએ કહ્યું કે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 14 દિવસના કડક લોકડાઉનની જરૂર છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકડાઉન (Maharashtra Lockdown) લગાવવાનું લગભગ નક્કી થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાના દિશા નિર્દેશ(Maharashtra Lockdown SOP and Guidelines) તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ જાણકારી ખુદ મહારાષ્ટ્રના એક મંત્રીએ આપી છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાની ચિંતાજનક સ્થિતિને લઈ ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી હતી.
મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે બેઠક બાદ કહ્યું, કોવિડ-19 ટાસ્ક ફોર્સ સાથે બેઠકમાં તમામનો વિચાર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો હતો. હવે એસઓપી અને દિશાનિર્દેશો પર ચર્ચા કરવામાં આવશે. અસલમ શેખના કહેવા મુજબ, બેઠકમાં બે લોકો ત્રણ સપ્તાહના લોકડાઉના પક્ષમાં હતા. જ્યારે અમુક લોકોએ બે સપ્તાહ માટે લોકડાઉન લાગુ કરવું જોઈએ તેમ કહ્યું હતું. સોમવારે ફરી બેઠક થશે અને તે બાદ નિર્ણય લેવાશે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન લગાવવા સંદર્ભે યોગ્ય ફેંસલો 14 એપ્રિલ બાદ જ લેવાશે.. રાજ્ય સરકારે ગત સપ્તાહે કેટલીક જાહેરાત કરી હતી, જેમાં વીકેંડ લોકડાઉન, નાઈટ કર્ફ્યૂ સહિક અનેક પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. જે 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.
8 દિવસનું કે 14 દિવસનું લોકડાઉન ?
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની બેકાબૂ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે કોવિડ ટાસ્ક ફોર્સની સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે 8 દિવસના લોકડાઉનની તરફેણમાં વાત કરી હતી. બીજી તરફ, કોવિડ ટાસ્ક ફોર્સના કેટલાક સભ્યોએ કહ્યું કે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 14 દિવસના કડક લોકડાઉનની જરૂર છે. આવી સ્થિતિમાં મીટિંગ દરમિયાન બે પ્રકારના મંતવ્યો બહાર આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાની શું છે સ્થિતિ
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના (Maharashtra Corona Cases) નવા 62,394 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 349 લોકોના મોત થયા હતા. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 34,07,245 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 27,82,161 છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 57,987 છે. જ્યારે કુલ એક્ટિવ કેસ (Active Cases) 5,65,587 છે.