મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને નડ્યો અકસ્માત, જાણો કેવી રીતે બની ઘટના
મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં આદિત્ય ઠાકરે સુરક્ષિત છે.
![મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને નડ્યો અકસ્માત, જાણો કેવી રીતે બની ઘટના Maharashtra minister Aditya Thackrey convey hits accident check in detils મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને નડ્યો અકસ્માત, જાણો કેવી રીતે બની ઘટના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/29/207a162a741407435c76d9b9002cd1c9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(મૃત્યુંજય સિંહ)
મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં આદિત્ય ઠાકરે સુરક્ષિત છે. પરંતુ તેમના કાફલામાં સુરક્ષાકર્મીઓનો અકસ્માત થયો છે. આદિત્ય ઠાકરે કોંકણના પ્રવાસે છે. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક બ્રેક મારવાના કારણે પાછળની કાર અને આગળની કાર અથડાઈ હતી.
શિવસેનાના ગઢ પર ભાજપ,એનસીપીની નજર
આદિત્ય ઠાકરે કોંકણની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ બુધવારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ગૃહ રાજ્ય માલવાનમાં રેલીને સંબોધિત કરશે. સોમવારે, ઠાકરેએ સિંધુદુર્ગ જિલ્લામાંથી કોંકણ જિલ્લાના તેમના ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત કરી. આ પ્રવાસથી શિવસેના તેમના ગઢ કોંકણને વધુ શક્તિશાળી બનાવવા માંગે છે. શિવસેનાના આ ગઢ પર ભાજપ અને એનસીપીની નજર છે.
ઠાકરેએ કહ્યું કે તેમનું ધ્યાન પ્રદેશના વિકાસ પર છે. તેમણે કહ્યું, 'છેલ્લા બે મહિનામાં કોવિડ-19ના કેસમાં ઘટાડો થયો છે અને હવે અમે લોકો સાથે મળીને વિકાસનું કામ કરી શકીએ છીએ. રાજકીય ઉદ્દેશ્ય હંમેશા હોય છે, જેમાં અમે જે ભાગોમાં મુલાકાત કરીએ છીએ ત્યાં પાર્ટીને મજબૂત કરવા માંગીએ છીએ. આ દરમિયાન મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવે છે અને લોકો પાસેથી પ્રતિસાદ પણ મળે છે. કોંકણ જવાનું હંમેશા સારું લાગે છે.
રાજકીય નિરીક્ષકો માને છે કે કોંકણ પ્રદેશ પર શિવસેનાનું ધ્યાન મુંબઈ, થાણે, નવી મુંબઈ, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, પુણે, પિંપરી-ચિંચવડમાં નિર્ણાયક શહેરી નાગરિક ચૂંટણીઓ પહેલા તેની તાકાત મજબૂત કરવા પર છે.
આ પણ વાંચોઃ
Cashew Farming: લખપતિ નહીં કરોડપતિ પણ બની શકશો, કાજુની ખેતીથી આ રીતે થઈ શકો છો માલામાલ
ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)