Gujarat Farmers Scheme: ગુજરાતમાં ખેડૂત ખાતેદારનું મોત થાય તો મળે છે રૂપિયા બે લાખની સહાય, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી
Gujarat Farmers Scheme: આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના 100 % રાજ્ય સરકારના સહાયની યોજના છે.
Gujarat Farmers Scheme: ખેડૂતને જગતનો તાત કહેવાય છે. આકસ્મિક સંજોગોમાં ખેડૂતનું મૃત્યુ થાય તો તેનો પરિવાર ઘણી વખત રઝળી પડતો હોય છે. ગુજરાત સરકાર રાજ્યના ખેડુતોના લાભાર્થે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના ચલાવે છે. આ વીમા યોજનાની શરૂઆત 26 જાન્યુઆરી 1996 ના રોજ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના 100 % રાજ્ય સરકારના સહાયની યોજના છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમીયમ ચુકવવામાં આવે છે. આ યોજનામાં રૂપિયા 2 લાખ સુધીનું વીમા રક્ષણ ખેડૂત ખાતેદારના પરિવારને આપવામાં આવે છે. આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ તારીખ 2008 થી વિમા નિયામક, ગાંધીનગરનાં મારફત અમલમાં છે.
સહાય કોને મળવા પાત્ર
- વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનારા બધા જ ખાતેદાર ખેડૂતો
- ખાતેદાર ખેડૂતના પતિ, પત્ની, ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાન (પુત્ર કે પુત્રી)
- મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર 5 તી 70 વર્ષની હોવી જરૂરી
મુખ્ય શરત અને ક્યાં કરશો અરજી
- આપઘાત કે કુદરતી મૃત્યુનો આ યોજનામાં સમાવેશ થતો નથી.
- 150 દિવસમાં સબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, જિલ્લા પંચાયતમાં અરજી કરવાની રહેશે.
દાવા અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો યાદી
- અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્ટમ- ૧,ર,૩, ૩(A),૪,અને ૫
- ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)પી.એમ. રીપોર્ટ
- એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ
- મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર, ઉંમરનો પૂરાવો
- સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ
- કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
- મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ,
- બાંહેધરી પત્રક
- પેઢીનામુ
- વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં)
અકસ્માત વીમો એટલે ખેડૂતને સધિયારો, ખેડૂતોની આવતી પેઢીને હિંમત અને સરકારની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા. ખેડૂતને સાથ, આર્થિક સુરક્ષાનો વિશ્વાસ. pic.twitter.com/Uszl5bEYbd
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) March 28, 2022