(Source: ECI/ABP News/ABP Majha)
Cashew Farming: લખપતિ નહીં કરોડપતિ પણ બની શકશો, કાજુની ખેતીથી આ રીતે થઈ શકો છો માલામાલ
Cashew Farming: કાજુના કુલ ઉત્પાદનમાં 25 ટકા હિસ્સો ભારતમાંથી આવે છે. તેની ખેતી કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં થાય છે.
Cashew Farming: ભારતમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતો વધારે નફો આપતા પાક તરફ વળવા લાગ્યા છે. સરકારે પણ ખેડૂતોને સતત જાગૃત કરવાની કોશિશ કરી રહી છે. કાજુના કુલ ઉત્પાદનમાં 25 ટકા હિસ્સો ભારતમાંથી આવે છે. તેની ખેતી કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં થાય છે. જ્યારે ઝારખંડ અને ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાના ખેડૂતો પણ કાજુની ખેતી કરી રહ્યા છે.
કેટલું તાપમાન છે શ્રેષ્ઠ
કાજુનો છોડ ગરમ તાપમાનમાં સારી રીતે વિકસિત થાય છે. તેની ખેતી માટે 20 થી 35 ડિગ્રી તાપમાન શ્રેષ્ઠ છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની માટીમાં તેને ઉગાડી શકાય છે. તેમ છતાં લાલ માટી સારી માનવામાં આવે છે. કાડુના છોડને સોફ્ટ વુડ ગ્રાફ્ટિંગથી તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત કલમ દ્વારા પણ છોડ તૈયાર કરાય છે.
આંતર પાક લઈને વધારાની થઈ શકે કમાણી
કાજુની ખેતીમાં આંતરપાક દ્વારા ખેડૂત વધારાની કમાણી કરી શકે છે. તેના છોડની વચ્ચે મગફળી, દાળ, બાજરો, કોકમ જેવા પાક લઈ શકાય છે. તેથી કાજુની સાથે ખેડૂતોને અન્ય પાકોથી પણ સારો નફો મળશે.
એક છોડમાંથી કેટલી થાય કમાણી
નિષ્ણાતોના કહેવા મુજબ, કાજુના એક છોડમાંથી આરામથી 10 કિલો સુધી ઉતારો આવે છે. એક કિલો કાજુ આશરે 1200 રૂપિયાના ભાવે વેચાય છે. આ રીતે માત્ર એક છોડથી તમે આશરે 12000 રૂપિયા નફો આસાનીથી કમાઈ શકો છે. આ રીતે મોટી સંખ્યામાં વધારે છોડ વાવીને લખપતિ કે કરોડપતિ પણ બની શકો છો.
આ પણ વાંચોઃ
ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત