Money Laundering Case: મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના આઠ દિવસના રિમાન્ડ મંજૂર
ઇડીએ મુંબઇ અંડરવર્લ્ડની ગતિવિધિઓ સાથે જોડાયેલા મની લોન્ડ્રરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી હતી
Nawab Malik Arrested: ઇડીએ મુંબઇ અંડરવર્લ્ડની ગતિવિધિઓ સાથે જોડાયેલા મની લોન્ડ્રરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી હતી. નવાબ મલિકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેઓને 3 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. સુનાવણી દરમિયાન ઇડીએ 14 દિવસની કસ્ટડી માંગી હતી. ધરપકડ કરાયા બાદ નવાબ મલિકે કહ્યું કે હું લડીશ, ડરીશ નહીં.
કોર્ટમાં નવાબ મલિકે કહ્યું હતું કે કેવી રીતે તેઓને સવારે સવારે ઉઠાવવામાં આવ્યા હતા. અટકાયત કરવામાં આવી અને બાદમાં સમન્સની કોપી પર હસ્તાક્ષર કરવાનું કહેવામાં આવ્યું. જ્યારે ઇડી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડી ગેંગના એક મેમ્બરે 200 કરોડ રૂપિયાની સંપત્તિ નવાબ મલિકના પરિવાર અને તેમના દ્ધારા નિયંત્રિત થતી કંપનીએ ખરીદી છે.
कुछ ही देर की ख़ामोशी है फिर शोर आएगा… तुम्हारा तो सिर्फ वक़्त है हमारा दौर आएगा !!
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) February 23, 2022
રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના નેતા મલિકે દક્ષિણ મુંબઇના બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં ઇડીની ઓફિસમાં સવારે આઠ વાગ્યાથી લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી.ત્યારબાદ તેઓની ધરપકડ કરાઇ હતી. ઇડીના અધિકારીઓ મલિકને સવારે લગભગ છ વાગ્યે તેમના નિવાસસ્થાન પરથી લઇ ગયા હતા.
અંડરવર્લ્ડની ગતિવિધિઓ, સંપત્તિની ગેરકાયદેસર રીતે ખરીદી અને વેચાણ અને હવાલા લેવડદેવડના સંબંધમાં ઇડીએ 15 ફેબ્રુઆરીના રોજ મુંબઇમાં દરોડા પાડ્યા હતા અને એક નવો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ મલિકની ધરપકડ કરી હતી.
એજન્સીએ 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા જેમાં 1993માં બોમ્બ વિસ્ફોટના મુખ્ય કાવતરાખોર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પાર્કર, ભાઇ ઇકબાલ કાસકર અને છોટા શકીલના સંબંધી સલીમ કુરેશી ઉર્ફ સલીમ ફ્રૂટના પરિસર સામેલ છે. કાસકર અગાઉથી જેલમાં છે. ઇડીએ પાર્કરના દીકરાની પણ પૂછપરછ કરી હતી.