શોધખોળ કરો
મહારાષ્ટ્ર: રાજ્યપાલને આજે મળશે NCP- કૉંગ્રેસ અને શિવસેનાના નેતા
મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીના નેતાઓ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીના નેતાઓ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. પરંતુ આ મુલાકાતનો મુદ્દો ખેડૂતોના નુકશાન પર ચર્ચા માટે બતાવવામાં આવી રહ્યો છે પરંતુ સત્તાનો ફોર્મ્યૂલા નક્કી થયા બાદ પ્રથમ વાર ત્રણેય પાર્ટીના નેતાઓ એક સાથે રાજ્યપાલને મળી રહ્યા છે. સરકાર નિર્માણ કયા દિવસે થશે તે હજુ નક્કી નથી. આ મુદ્દા પર એનસીપી અધ્યક્ષ શરદ પવાર કાલે રાત્રે મોટું નિવદેન આપ્યું છે. તેમણે કહ્યું હજુ સરકાર બનાવવામાં સમય લાગશે. કાલે એટલે કે રવિવારે પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત પણ કરવાના છે. સૂત્રોની જાણકારી મુજબ શિવસેના ઈચ્છે છે કે કાલે એટલે બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર સરકાર બને. મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની સરકાર બનવાના સમાચારો વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું અમારી પાસે સૌથી વધુ સંખ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના નેતાઓ સમક્ષ એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 119 ધારાસભ્યોની સાથે અમે રાજયમાં ભાજપ સરકાર બનાવીશુ. અમે રાજયને એક સ્થિર સરકાર આપશું.
વધુ વાંચો





















