શોધખોળ કરો

મહારાષ્ટ્ર: નાયબ મુખ્યમંત્રી અજિત પવારને 25 હજાર કરોડના સહકારી બેંક કૌભાંડમાં મળી ક્લીન ચિટ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને 25 હજાર કરોડના સહકારી બેંક કૌભાંડમાં મોટી રાહત મળી છે.

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને 25 હજાર કરોડના સહકારી બેંક કૌભાંડમાં મોટી રાહત મળી છે. ઈકોનોમિક વિંગે કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દિધો છે. EOWએ રિપોર્ટમાં કહ્યું કે અજિત પવાર સામે લાગેલા આરોપોમાં કોઈ પૂરાવા નથી મળ્યા, આ કેસમાં અજિત પવાર સહિત 69 લોકોને ક્લીન ચિટ આપવામાં આવી છે. EOWએ કહ્યું,અજિત પવાર પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા હતા. આમાં ક્રિમીનલી કઈ ખોટુ નથી જોવા મળ્યું. સિવિલ મામલામાં કંઈક ગડબડ છે પરંતુ આ ફોજદારી કેસ બનતો નથી. મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક કૌભાંડ મામલે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ પર ઓગસ્ટ 2019ના એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર સહિત 69 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવાર 10 નવેમ્બર 2010થી 26 સપ્ટેમ્બર 2014 સુધીનાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. અન્ય આરોપીઓમાં પીજેન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટીના નેતા જયંત પાટિલ અને રાજ્યના 34 જિલ્લામાં બેંક ઈકાઈના અધિકારીઓ સામેલ છે. તેના પર આઈપીસીની કલમ 420 (છેતરપિંડી અને બેઇમાની), 409 (નોકરિયાત અથવા બેંકર, ઉદ્યોગપતિ અથવા એજન્ટ દ્વારા વિશ્વાસનો ભંગ), 406 (ગુનાહિત ભંગ બદલ સજા), 465 (છેતરપિંડીની સજા), 467 (કિંમતી વસ્તુઓની છેતરપિંડી) અને 120 બી (ફોજદારી કાવતરુાની સજા) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટના જસ્ટીસ એસ.સી.ધર્માધિકારી અને ન્યાયાધીશ એસ.કે. શિંદેની ખંડપીઠે 22 ઓગસ્ટના રોજ કહ્યું કે આ કેસમાં આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા છે અને EoW ને પાંચ દિવસમાં કેસ દાખલ કરવા નિર્દેશ આપ્યા હતા. હકીકતમાં, મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકને 2007 અને 2011 ની વચ્ચે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું જેમાં આરોપીઓની કથિત રીતે મિલીભગત હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget