મહારાષ્ટ્રમાં Poster Politics: ‘અમારી બાદશાહત તો ખાનદાની હૈ...’, ઉદ્વવ સરકાર પર રાજકીય સંકટની વચ્ચે શિવસેનાનુ પૉસ્ટર વૉર
આ પૉસ્ટમાં લખ્યું હતુ - તેરા ઘમંડ તો 4 દિન કા હૈ પગલે, અમારી બાદશાહી તો ખાનદાની હૈ... આ બેનર શિવસેના પાર્ષદ દીપમાલા બઢે તરફથી લગાવવામાં આવ્યુ છે.
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં એકબાજુ એકનાથ શિન્દે અને અન્ય શિવસેનાના ધારાસભ્યોને બળવાખોરી તેવરના કારણે રાજ્યની ઉદ્વવ સરકાર સંકટમાં આવી ગઇ છે, તો વળી બીજીબાજુ આને બચાવવા માટે જોરજોરથી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે શિવસેના તરફથી પૉસ્ટર દ્વારા વિરોધીઓ પર હુમલા કરવામાં આવ્યો છે. શિવસેના નેતા સંજય રાઉતના ઘરની બહાર બુધવારે સવારે એક પૉસ્ટર દ્વારા સતત વિરોધીઓ પર કટાક્ષ કરવામાં આવ્યો.
શિવસેનાનુ પૉસ્ટર વૉર -
આ પૉસ્ટમાં લખ્યું હતુ - તેરા ઘમંડ તો 4 દિન કા હૈ પગલે, અમારી બાદશાહી તો ખાનદાની હૈ... આ બેનર શિવસેના પાર્ષદ દીપમાલા બઢે તરફથી લગાવવામાં આવ્યુ છે. આ પૉસ્ટરમાં સંજય રાઉતની મોટી તસવીર લગાવવામાં આવી છે, અને આની નીચે દીપમાલાને જોઇ શકાય છે.
રાઉત બોલ્યા- એકનાથ શિન્દે પાછા આવી જશે -
આ બાજુ, મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, પાર્ટીની પ્રતિષ્ઠા સૌથી ઉપર છે, પાર્ટીથી વધુ કંઇ નથી. મહારાષ્ટ્રમાં સંકટ યથાવત છે. તેને આગળ કહ્યું કે, તે તમામ ધારાસભ્યોની સાથે સંપર્કમાં છે, આ પહેલા, મુંબઇથી સુરત અને ત્યારબાદ ગૌહાટીમાં 40 ધારાસભ્યો પહોંચ્યા છે.
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં એકનાથ શિન્દેના બળવાખોરી તેવર બાદ ઉદ્વવ સરકારની ખુરશી ખતરામાં પડતી દેખાઇ રહી છે. તે રાજ્યમાં એમએલસી ચૂંટણી બાદ પહેલા મુંબઇથી સુરત અને હવે ત્યાંથી બળવાખોર ધારાસભ્યોને લઇને ગૌહાટી શિફ્ટ થઇ ગયો છે. તેને ગૌહાટી પહોંચ્યા બાદ પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો મોટો દાવો કર્યો છે. એકનાથ શિન્દેની સાથે 33 શિવસેના ધારાસભ્ય અને 7 અપક્ષ પણ પહોંચ્યા છે.
આ તમામ ગૌહાટીમાં રેડિસન બ્લૂમાં રોકાયા છે, તેને રિસીવ કરવા માટે ત્યાં બીજેપી નેતા સુશાંત બોરગોહેન અને પલ્લવ લોચન દાસ પહોંચ્યા હતા. સુશાંત બોરગોહેને કહ્યું કે, હું અહીં તેમને (સુરતથી ગૌહાટી આવેલા ધારાસભ્યોને) લેવા આવ્યો છું. હું વ્યક્તિગત સંબંધોના કારણે તેમને અહીં લેવા આવ્યો છું. મે ગણતરી નથી કરી કે કેટલા ધારાસભ્યો અહીં આવ્યા છે. મને તેમને પોતાના કાર્યક્રમ વિશે નથી બતાવ્યુ.
ઉદ્વવની સામે એકનાથ શિન્દેની શરત ?
હાલમાં તે રાજકીય સંકટ પેદા થયુ છે, તે પછી એ સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રમાં પડી જશે ઉદ્વવની સરકાર? આ સવાલની પાછળનુ કારણે એકનાથ શિન્દેની એ શરત છે, જેમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. એકનાથ શિન્દેએ ઠાકરેને સ્પષ્ટ કરી દીધુ છે કે તે શિવસેનામાં છે અને રહેશે પરંતુ શરત એ છે કે શિવસેના કોંગ્રેસ એનસીપીને છોડીને બીજેપીની સાથે મળીને સરકાર બનાવી લે.
એકનાથ શિન્દેનુ માનવુ છે કે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને લગભગ 15 મિનીટ સુધી મંગળવારે વાચતીત કરી. આનાથી પહેલા ઉદ્વવ ઠાકરેની પત્નિ રશ્મિ ઠાકરેએ પણ એકનાથ શિન્દે સાથે વાત કરી. રશ્મિ ઠાકરે સાથે વાતચીત દરમિયાન શિન્દેએ કહ્યું તે કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધન કરીને શિવસેના પોતાના વિચારોથી ભટકી રહી છે.