Maharashtra Politics: શરદ પવારનો મોટો દાવો, કહ્યું- શિંદે સરકાર 6 મહિના જ ચાલશે
Maharashtra: શરદ પવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીની સંભાવના છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં સરકાર પાંચથી છ મહિનામાં પડી શકે છે.
Maharashtra News: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ નવા મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો છે, જ્યારે બીજેપી પણ ફરી સત્તામાં આવી છે. એકનાથ શિંદે સરકાર આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરશે. આવી સ્થિતિમાં એનસીપીના વડા શરદ પવારે દાવો કર્યો હતો કે શિંદે સરકાર માત્ર 5-6 મહિના જ ચાલી શકશે. પોતાના ધારાસભ્યોને માર્ગદર્શન આપતાં તેમણે કહ્યું કે, 'આ સરકાર પાંચ-છ મહિના ચાલશે, માટે મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહો.'
શરદ પવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીની સંભાવના છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં સરકાર પાંચથી છ મહિનામાં પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારે આ બધું NCP ધારાસભ્યો અને પાર્ટી નેતાઓને સંબોધિત કરતા કહ્યું હતું.
ચૂંટણી માટે તૈયાર રહો - શરદ પવાર
શરદ પવારના સંબોધનમાં સામેલ એક નેતાએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકાર આગામી પાંચથી છ મહિનામાં પડી શકે છે, જેના માટે અમે તમામ ધારાસભ્યો અને નેતાઓને મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે.
બળવાખોર ધારાસભ્ય વર્તમાન પરિસ્થિતિથી ખુશ નથીઃ શરદ પવાર
નેતાએ વધુમાં કહ્યું કે, પવારે એમ પણ કહ્યું કે શિંદેને ટેકો આપતા ઘણા બળવાખોર ધારાસભ્યો વર્તમાન પરિસ્થિતિથી ખુશ નથી. વિભાગોના વિભાજન બાદ આ તમામનો અસંતોષ સામે જોવા મળશે જે સરકારની પતન સાબિત થશે. પવારે સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે, આટલા બધા બળવાખોર ધારાસભ્યો તેમની મૂળ પાર્ટીમાં પાછા ફરે તેવી પૂરી શક્યતા છે. તેમણે કહ્યું કે પાર્ટી અધ્યક્ષે ધારાસભ્યોને પોતપોતાના મતવિસ્તારમાં વધુ સમય પસાર કરવા કહ્યું છે.